________________
ધ્યાનશતક
એ ચગેશ્વર નથી હોતા, કેમકે એમને પ્રભુના જેવા વચન અને કાયાના અતિશય નથી; તેમ એમને પણ કેવળજ્ઞાન પામવામાં પ્રભુ જ શરણ્ય બનેલા છે, એટલે વસ્તુગત્યા અંતિમ શરણ્ય પ્રભુ જ છે. માટે આ બે વિશેષણેથી પ્રભુની અધિકતા દર્શાવવાનું પ્રયોજન છે.
પ્રવે–તો પછી માત્ર એગેશ્વર” વિશેષણ કહેવાથી એમાં “શુક્લધ્યાનાગ્નિથી કર્મનાશક વિશેષણ ગતાર્થ બની શકે ને? જુદું શા સારુ કહેવું ?
ઉ–ના, એમ તે ચગેશ્વર તરીકે અણિમાદિ - લધિવાળા પણ લેવાય. એમના કરતાં ય પ્રભુને અધિક દર્શાવવા “શુકલધ્યાનાગ્નિથી કર્મનાશક” કહેવાની જરૂર છે.
અથવા કહે કે એક વિશેષણ કહેવામાં બીજા વિશેઅષણેને ભાવ આવી જતું હોય તે પણ અલપઝ શિષ્ય
સ્વયં એ સમજવાની તાકાતવાળા નહિ, તેથી એમને જ અજ્ઞાત વસ્તુ જણાવવા માટે બીજા વિશેષણને ઉલ્લેખ કરે જરૂરી છે. પૂર્વ મહર્ષિએ પણ આમ માને છે. અસ્તુ.
આવા મહાવીર પ્રભુને પ્રણામ કરીને “દયાન'નું પ્રતિપાદન કરનારું અધ્યયન અહીં પ્રકર્ષથી કહેવાશે. - “પ્રણામ” એટલે કે પ્રર્ષથી યાને મનવચન-કાયાના ત્રિવિધ ચોગથી નમસ્કાર, “પ્રકર્ષથી કથન” એટલે યથાસ્થિ. તતાને જાળવીને કથન, સર્વજ્ઞની દષ્ટિએ ધ્યાન” પદાર્થ જેવા સ્વરૂપે છે તેવા જ સ્વરૂપે કથન, કિતુ લેશ પણ ફેરફારવાળું નહિ.
હવે દયાનનું લક્ષણ બતાવવા કહે છે –