________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧-૨ ભવ. ]
સમ્યત્વ સ્વરૂપ. ભમતા જીવના અધ્યવસાયમાં પરિવર્તન કરે છે. એક વખત પણ જે આ ગુણ તેનામાં ઉત્પન્ન થઈ કદી પાછે તેનાથી પતિત થાય છે, તે પણ તેને પરિણામે લાભ જ નથી સમકિત પ્રાપ્ત કર્યા પછી તેમાં જીવ ટકી રહે છે તે તે ઉત્તરોત્તર ઉચ્ચ કેટીમાં વધતે જાય છે, અને તે ભવમાં અથવા થોડા ભવમાં મેક્ષ પ્રાપ્ત કરે છે. જે તેમાંથી તે પતિત થાય, અને મલીનતાનું જોર વધારે હોય છે; તે તે ભવભ્રમણ કરી ઉત્કૃષ્ટ પણે અપાર્ધ પુગળપરિવર્તન- " કાળમાં તે નિયમા સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
સમકિત-સમ્યકત્વ.
સમકિત એ આત્મગુણ છે, તે બહારથી જણાઈ આવે નહિ, અથવા તે પ્રાપ્ત કરનારને માલમ પડે નહિ. પણ તે મેળવનાર પ્રાણીના વિચાર તથા આચારમાં સ્વાભાવિકપરિવર્તન થાય છે, તેને સદ્દગુણની પ્રાપ્તિમાં પેરે છે, અને મદદગાર થાય છે. તેના બાહ્યાચાર તથા વિચારથી જ્ઞાનીઓ તેનામાં સમકિત ગુણ છે એવું અનુમાન કરી શકે છે. તેવું અનુમાન કરવાના (૬૭) સડસઠ કારણે છે. નયસાર સમકિત પ્રાપ્તિ કર્યા પછી તે ભવમાં તત્વજ્ઞાનને અભ્યાસ કરી જીવન ધર્મપરાયણ ગુજારે છે. અંત સમયે નમસ્કારમંત્રનું સમરણ કરી તે ભવનું આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં ઉત્પન્ન થાય છે. સમકિત પ્રાપ્ત કર્યા પેહલાં જે આગામી ભવના આયુષ્યને બંધ પ ન હોય અથવા સમકિતથી પતિત થ ન હોય તે જીવ નિયમા વૈમાનિક દેવગતિને જ બંધ કરે છે. સમકિત એ મોક્ષ ૨૫ ફળ પ્રાપ્ત કરવાનું બીજ છે-મૂળતત્વ છે.
અનંતાનુબંધી કષાયની ચેકડી અને દર્શનમોહનીયકર્મની ત્રણ પ્રકૃતિના ઉપશમથી, ક્ષપશમથી, અથવા ક્ષય થવાથી અનુક્રમે ઉપશમ, ક્ષયે પશમ, અને ક્ષાયિક સમક્તિની પ્રાપ્તિ થાય છે.
For Private and Personal Use Only