________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧ પાત્ર આ ત્રણને વેગ મળે છે. તે સમ્યકત્વાદિ મહાલાભનું કારણ છે, ભજન કરી રહ્યા પછી નયસારે જ્યાં મુનિમહારાજાએ હતા, ત્યાં જઈ તેમને માર્ગ બતાવવા સાથે જવા વિનંતિ કરી હતી અને માર્ગ બતાવ્યું હતું. અહિંજ નયસારના ઉત્તમ ગુણે અને શુદ્ધ ભાવની કસોટી થાય છે. જો તેમ ન હેત તે ભિક્ષા આપ્યા પછી માર્ગ બતાવવા સાથે જવા વિનંતિ કરવા તેઓની પાસે જાતજ નહિ! પણ સાધુએ માર્ગ બતાવવાની મદદ માગવા તેની પાસે આ વત ! અથવા માર્ગ બતાવવા પોતે જાતે નહિ જતાં, પિતાના સેવક વર્ગમાંથી કેઈને મેકલ્યો હત, તે પણ ચાલી શકત; તેમ નહિં કરતાં પિતે જાતે મદદ કરવી એને પિતાની ફરજ માની અમલમાં મૂકી. એ તેમના હૃદયમાં રહેલે વિવેક પ્રગટપણે જણાઈ આવે છે. શાસકારોએ બધા સદ્ગુણેમાં વિવેકને અગ્રસ્થાન આપ્યું છે. વિવેકી માણસ ગમે તે સ્થાને ગમે તેવા કાળમાં અને ગમે તેવા કાર્યમાં પણ વિવેકથી વતિ પોતાના વિવેકગુણને લીધે લાભ પ્રાપ્ત કરે છે. લોકમાં પણ કહેવત છે કે –“વિવેકે દશમોનિધિ આ વિવેક ભવિષ્યમાં નિકટમાં કલ્યાણ થવાનું હોય છે તે તેને પ્રાપ્ત થાય છે. નયસાર અને સાધુઓ મુખ્ય ઘેરી રસ્તા ઉપર આવે છે. ત્યાં મુનિઓ પૈકી મુખ્ય મુનિરાજ આચારને અનુસરી નયસાર જેવા વિવેકી પુરૂષને બેધ આપવાને એક વૃક્ષ નીચે બેસી ધર્મનું સ્વરૂપ સમજાવે છે. તે સાંભળી પિતાના આત્માને ધન્ય માનવા લાગ્યા, અને તે જ વખતે તેમણે સમકિત પ્રાપ્ત કર્યું. ભેજન સમયથી જ નયસારના આત્માની શુદ્ધિની શરૂવાત થઈ હતી. તે શુદ્ધિ ધર્મનું સ્વરૂપ સાંભળી વધી અને તેના ફળ રૂપ મહાદુર્લભ સમકિત ગુણ પ્રાપ્ત કર્યો. જવને સમકિતની પ્રાપ્તિના સમય પહેલાં અનાદિ કાલથી કોઈ પણ વખત શુદ્ધપરિણામ નહિ આવેલા હોય તેવા પરિણામ અને ભાવ પ્રગટ થાય છે. તે અધ્યવસાયવિશેષને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એવું નામ આપવામાં આવેલું છે. આ આત્મિકશુદ્ધિનું મહત્વ એવું છે કે, તે સંસારમાં
For Private and Personal Use Only