________________
પત્રાંક-૬૮૯ ગળું કાપે છે તો એને એમ લાગે છે કે ના, ના બહુ સારુ લાગે છે, હોં ! મને બહુ સારું લાગે છે. તેને સારું લાગે છે, ભાઈ ! પણ તું દુઃખી કેટલો થયો છો એની તને ખબર નથી.
તે ભય પરથી અવિનાશી નિઃશ્રેયસ્ પદપ્રત્યે વૃત્તિ થાય છે. કોઈ એવા જીવને આવી વૃત્તિ ઉત્પન્ન થાય છે ત્યારે જ્ઞાની એમ કહે છે, વીતરાગદેવ એમ કહે છે કે હવે આ બરાબર Line માં આવ્યો. આણે શરૂઆત કરી. આણે ખરેખર માર્ગનો પ્રારંભ કર્યો. ત્યાં સુધી જીવનમાં કોઈ ફેરફાર થતો નથી. ભલે ગમે એ ધર્મક્રિયા કરે પણ બધી ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ ચાલતી હોય છે. અને એ ધ્યેયશૂન્ય પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે. એની કોઈ સફળતા એના શાશ્વત કલ્યાણ પ્રત્યેની હોતી નથી. સફળતા શાશ્વત કલ્યાણને અનુસંધાનવાળી હોવી જોઈએ એવી કોઈ સફળતા એને હોતી નથી. ક્યારેક કોઈ શુભકર્મ બંધાય, એ પણ હજી જો પરિણામ ફરે તો એ સત્તામાં હોય ત્યાં પુણ્યની પ્રકૃતિ પાપમાં વઈ જાય. જીવના પરિણામનું તો ઠેકાણું નથી. એટલે થોડું પુણ્ય કર્યું હોય. વળી એવા પરિણામમાં આવી જાય કે એ સત્તામાંથી ઉદય આવીને પુણ્યનું ફળ ભોગવાય એ પહેલા જ એ પ્રકૃતિ પલટીને પાપની થઈ જાય. કેમકે એને ધ્યેય વગર તો કોઈ યથાર્થ પ્રકારે તો એને કોઈ શુભકર્મ પણ બંધાતું નથી. ઓલું પદ મળવું એ તો બહુ દૂરની વાત છે.
એટલે એ વાત અહીંયાં “કૃપાળુદેવે” “માણેકચંદભાઈને ભલે પત્ર લખ્યો હોય પણ પ્રત્યેક જીવને વિચારવા જેવો આ પ્રસંગ છે, વિષય છે અને બહુ અસરકારક પત્ર છે. બહુ અસરકારક પત્ર છે. વિશેષ લઈશું...
સ્વકાર્યની અગંભીરતા - તે જીવનો અપરાધ છે. દર્શનમોહની પ્રબળતાને લીધે જીવ નિજ હિતની વાતને ગંભીરતાથી ઉઠાવતો નથી, અને સમજવા છતાં પ્રમાદને છોડતો નથી. ગંભીર ઉપયોગ થવા અર્થે તથારૂપ સત્સંગ ઉપકારી છે.
(અનુભવ સંજીવની-૧૫૮૮)