________________
૧૪
एवं च श्री महावीरे मुक्त वर्षशते गते ।
પંચ પંચારાધિ વન્દ્રતોમવા “અને આ પ્રમાણે મહાવીર નિર્વાણ પછી ૧૫૫ વર્ષે ચન્દ્રગુપ્ત રાજા થયો.”
ઈ. સ. પૂર્વેના ૩૧ર વર્ષોમાં ૧૫૫ ઉમેરવાથી, આપણે જોઈશું કે મહાવીર નિર્વાણ ઈ. સ. પૂર્વે ૪૬૭ માં આવે છે.
હેમચન્દ્ર, ચન્દ્રગુપ્ત અને નિર્વાણની વચ્ચે જેટલાં વર્ષોનું અન્તર બતાવે છે તેટલાં વર્ષો તે ગાથાઓ માત્ર નન્દના રાજ્યનાજ જણાવે છે. આ ઉપર થી એમ જણાય છે કે હેમચંદ્ર પાલકના રાજ્યનાં ૬૦ વર્ષે ગણનામાં લીધાં નથી. હેમચંદ્ર આવી રીતે ૬૦ વર્ષો છોડી દેવા જેવી ભૂલ કરે એ માનવું કઠણ લાગે છે. તેથી હું એમ અનુમાન કરું છું કે કાળગણનાત્મક ગાથાઓમાં જે પરંપરાગત હકિત લખવામાં આવી છે તેથી ભિન્ન જ કેઈ સંપ્રદાયને હેમચન્દ્ર અનુસર્યા હોવા જોઈએ. કારણ કે મારા વિચાર પ્રમાણે ગાથેક્ત હકિક્ત પૂર્ણ રીતે સાચી નથી. નન્દને રાજ્યકાળ, જે ગાથાઓમાં ૧૫૫ વર્ષ જેટલો આપવામાં આવ્યો છે તે અસાધારણ રીતે અધિક છે, એટલું જ નહીં, પરંતુ મગધના રાજવંશોની ગણનામાં અવન્તીપતિ પાલકનું નામ આવવું તે મને તે ઘણું જ સંશયજનક લાગે છે. બૌદ્ધો અથવા બ્રાહ્મણો આ નામના રાજાનો બિસ્કુલ નિર્દેશ કરતા નથી. મગધની રાજાવલીમાં પાલક નામના એક રાજાનો ઉલ્લેખ મળે છે ખરે. પણ તે પ્રોતવંશને છે, કે જે (પ્રદ્યોતવંશ) શિશુનાગ વંશની પહેલાં થઈ ગયા હતા, મહાવીરના સમકાલીન જે મગધના રાજાઓ હતા તે શિશુનાગવંશના હતા. ઉજચિની અથવા અવન્તીના રાજા તરીકે એક બીજા પાલનું નામ મૃછકટિકમાં જોવામાં આવે છે, અને તેના માટે ત્યાં એવું વર્ણન છે કે આર્યકે તેને રાજ્યભ્રષ્ટ કર્યો હતે. આ પાલક તે કદાચિત કથાસરિત્સાગરમાં વત્સ દેશના કલ્પિત રાજા ઉદયનના સાળા તરીકે જે પાલકનું નામ આપેલું છે, તે સં. ભવી શકે. પરંતુ આ ઉદયન જેમ કુણિના પુત્ર ઉદાયીના બદલે ભ્રાંતિથી પ્રસિદ્ધિમાં આવ્યો સંભવે છે તેમ, એ પાલક પણ તે જ નામના પ્રદ્યોત