________________
શાલિવાહનને હમેશાં જુના વિક્રમ સાથે સેળભેળ થઈ જાય છે. વેતામ્બરે વિક્રમ સંવત ઈ. સ. પૂર્વે ૫૭ વર્ષે શરૂ થશે, એમ માને છે. મહાવીર નિર્વાણ અને વિક્રમ સંવત વચ્ચેના ૪૭૦ વર્ષના અંતર સંબંધી હકિકત તાઅરેના ઘણા ગ્રંથમાં મળી આવે છે. એનું પ્રાચીનતમ પ્રમાણુ–મેતુડની “વિચારશ્રેણિ” ના પાયાભૂત, નીચે આપેલી સ્મારક ગાથાઓ છે. એ ગાથાઓમાં મહાવીર નિર્વાણ અને વિક્રમાદિત્ય રોજાની વચ્ચેના અંતરમાં જે જે રાજવંશોએ જેટલાં જેટલાં વર્ષો સુધી રાજ્ય કર્યું તેમની નોંધ આપેલી છે. તે ગાથાઓ હું અહીં ટાંકુ છું, અને તેમની સાથે તેમના પ્રથમ પ્રકાશક 3. બુહરે કરેલી ટિપ્પણ (Indian Antiguary 1.362.) ઉમેરું છું.
जं रयाणं कालगओ अरिहा तित्थंकरो महावीर । तं रयणिं अवंतिवई अहिसित्तो पालगो राया । १ । सट्ठी पालगरण्णो पणवण्णसयं तु होइ नंदाण। अठ्ठसयं मुरियाणं तीसं चिअ पूसमित्तस्स । २ ।। बलमित्त भानुमित्ता सट्ठी वरिसाणि चत्त नहवहणे। तह गद्दभिल्लरजं तेरसवरिसा सगस्स चउ । ३।
૧ જે રાત્રે અહંત તીર્થકર મહાવીર નિર્વાણ પામ્યા, તેજ રાત્રે અવન્તીપતિ પાલને રાજ્યાભિષેક થયો.
“૨ પાલક રાજાનું રાજ્ય ૬૦ વર્ષ સુધી રહ્યું. પછી ૧૫૫ વર્ષ સુધી નન્દએ રાજ્ય કર્યું. તે બાદ ૧૦૮ વર્ષ મૌર્ય રાજ્ય ચાલ્યું. પછી ત્રીશ વર્ષ પુષ્યમિત્રનું રાજ્ય રહ્યું.
૩ બાદમાં ૬૦ વર્ષ બલમિત્ર અને ભાનુમિત્રે રાજ્ય કર્યું. અને તેને મની પછી ૪૦ વર્ષ નભવાહન રાજાએ રાજ્ય કર્યું. તેની પછી તેર વર્ષ ગઈભિલનું રાજ્ય રહ્યું, અને પછી ચાર વર્ષ શકરાજનું રાજય ચાલ્યું.'
આ ગાથાઓનો ઉલ્લેખ ઘણીક ટીકાઓમાં તથા કાલગણના વિષયક ઘણા ગ્રંથમાં થએલો છે. પણ તેમનું મૂળ ચેક્સ જણાતું નથી. આ ગાયાઓ વીર અને વિક્રમ સંવત વચ્ચેના નિકાલ, અને પ્રાચીન કાલગણનાના