________________
જીવનરેખા 1
જીવન અને કવન
(૭) ઇટાલિયન [૪] (1-4) Journal of the Italian Asiatic Society (Vols 18-21).
આ છે અને તેની સૂચી ઉપરથી એ જોઈ શકાય છે કે હરિ ભદ્રસૂરિને જીવનવૃત્તાંત એ સૂરિએ જાતે આલેખ્યો નથી એટલું જ નહિ પરંતુ એમના કોઈ સમસમયી કે નિકટવની વિદ્વાને પણ એમને વિષે થોડુંઘણું યે લખ્યું નથી. પ્રાચીન સાધનોમાથી કહાવલી, પ્ર, ચ, અને ચ, પ્ર, એમને વિષે ઠીક ઠીક વિગતો પૂરી પાડે છે. પછી ભલે એમાના કઈ કઈ ભાગ દતકથા કે વૃદ્ધવાદ જેવા જણાય. આના આધારે હું એમની “જીવનરેખા” આલેખું છું. પછી એ આછી હે કે ઘેરી, વિશ્વસ્ત ઠરે કે સંદિગ્ધ.
ગૃહસ્થ-જીવન જન્મભૂમિ અને જન્મદાતા–ભદ્રેશ્વરસૂરિએ કહાવલીના પ્રથમ પરિચ્છેદના અતમાં હારેભદ્રસૂરિને જીવનવૃત્તાત આલેખે છે, એમાં “પિયંગુઈ” (? પિર્વગુઈ) નામની કેાઇ બ્રહ્મપુરીના વતની શંકરભટ્ટ અને એમની પત્ની ગંગાના પુત્ર તરીકે આ સૂરિવર્તનો ઉલ્લેખ કર્યો છે. વિએસપપ (ગા. ૧૦૩૮) ઉપરની ટીકા (પત્ર ૪૩૪૪)માં મુનિચન્દ્રસૂરિએ હરિભદ્રસૂરિને ચિત્રકૂટ અચળના શિખર ઉપરના નિવાસી કહ્યા છે.
૧ મન સુખલાલ કિ. મહેતાએ એમના પૃ ૧૦, ટિ ૧માં નિર્દેશાયેલા લેખ (પૃ ૧૪૩)માં “ચિતોડ મારવાડનું કે વાગડ”નું એ પ્રશ્ન ઉઠાવ્યો છે.
૨ શિયલના રક્ષણાર્થે જૌહર કરનાર પવિની (રાણું ભીમસિહની પત્ની)થી, ભામાશા જેવા દાનવીરથી અને રાણું પ્રતાપ જેવા રણવીરથી ઉજ્વલ બનેલી મિવાડની ભૂમિમાં ચિત્રકૂટ પર્વત (ચિતોડ ગઢ) આવેલો છે. આ પર્વતને અનેક કુટ ચાને શિખર હેવાથી એનું ચિત્ર નામ સાર્થક ઠરે છે આ પર્વતની તળેટીમાં એના જ નામે ઓળખાતું ચિત્રકૂટ (ચિતોડ) નગર છે એ આજે પણ પોતાની જજ૨ત કાયાનું ભાન કરાવતું “ઉદયપુર” (ઉદેપુર) પાસે વિદ્યમાન છે. ચિતોડ ગઢ અને