________________
ર૫૮
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
ઉપર્યુક્ત પદ્ય પ્રવાહનું છે. મનેરથનંદિએ રચેલી ટીકા પ્રમાણે આ પ્ર. વાળના ત્રીજા પરિચ્છેદનું આદ્ય પદ્ય છે, જ્યારે કર્ણગેમિના મતે એ સ્વપન વૃત્તિથી વિભૂ પિત પ્રથમ પરિચ્છેદનું ત્રીજું પદ્ય છે. આ પદ્યનો સિદ્ધિવિનિશ્ચયમાં વિચાર કરાય છે.
હેતુ બિન્દુને મુખ્ય વિષય સ્વાર્થનુમાન છે, જ્યારે ન્યાયબિન્દુમાં તેમ જ પ્રવામા પણ પરાર્થાનુમાનનું પણ નિરૂપણ છે. હેતુબિન્દુના વિષયને ચાર વિભાગમાં વહેચી શકાયઃ (૧) હેતુનું સામાન્ય નિરૂપણ, (૨) સ્વભાવ-હેતુનું નિરૂપણ, (૩) કાર્ય-હેતુનું નિરૂપણ અને (૪) અનુપલબ્ધિ–હેતુનું નિરૂપણ.
હેતુબિન્દુમા દિગ્ગાગ (દિનાગ) સિવાયના અન્ય કોઈ આચાર્યનું નામ નથી.
ન્યાયબિન્દુ, હેતુ બિન્દુ અને પ્રત્ર વાવ એ ત્રણેની રચના ક્યારે ક્યારે થઈ એને નિર્ણય કરવો બાકી રહે છે. ઉપલક દષ્ટિએ વિચારતા એમ લાગે છે કે ધમકીર્તિએ કટકે કટકે એકેક વિષયની પુસ્તિકા રચી આગળ ઉપર એ તમામના વિષયના વિસ્તૃત નિરૂપણાર્થે એમણે પ્રવાવની રચના કરી.
લધીયસયની પણ વિવૃત્તિ (પૃ. ૩)મા હેતુબિન્દુ (પૃ. ૫૩)માંથી નીચે મુજબની પક્તિ થોડાક પાઠભેદપૂર્વક રજૂ કરાઈ છે –
" अर्थक्रियार्थी हि सर्व प्रेक्षावान् प्रमाणमप्रमाण वाऽन्वेषते।"
ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણમાં હેતુબિન્દુમાથી અવતરણે અપાયાં છે.
ટીકા–હેતુબિન્દુ ઉપર અચંટે સંસ્કૃતમાં અભ્યાસપૂર્ણ ટીકા રચી છે. એમાં શરૂઆતમાં ચાર, અંતમાં એક અને વચમાં ૪૫ પઘો છે; બાકીનું લખાણ ગદ્યમાં છે. ૪૫ પદ્યો દ્વારા સ્યાદ્વાદનું