________________
સાહિત્યસેવા |
જીવન અને કવન
૧૨૭
પરંતુ હરિભદ્રસૂરિકૃત પ્રતિષ્ઠાકલ્પમાથી કશું યે અવતરણ અપાયું નથી. વળી પત્ર ૨૬૮-૨૬આમા હરિભદ્રસૂરિની કૃતિઓ ગણાવતી વેળા પણ આ પ્રતિષ્ઠાકલ્પને ઉલ્લેખ નથી.
ગુણરત્નસૂરિએ પ્રતિષ્ઠાકલ્પ નામની કૃતિ રચી છે અને એની એક હાથપોથી ભા. પ્રા. સં. મંચમા છે, પરંતુ અત્યારે એ મારી સામે નથી. આ કૃતિ પ્રસ્તુત હરિભસૂરિના પ્રતિષ્ઠાકલ્પને આધારે યોજાઈ છે એમ એક મુનિવર પાસે જે મેં સાંભળ્યું છે તેને નિર્ણય કરવો બાકી રહે છે.
વાચક સકલચંદ્ર પ્રતિષ્ઠાકલ્પ રચ્યું છે. એ મૂળ પુસ્તક તો મેં જોયું નથી, પરંતુ એનું જે ગુજરાતી ભાષાતર છપાયું છે તેના અંતમા હરિભદ્રસૂરિકૃત પ્રતિષ્ટાકલ્પને ઉલ્લેખ છે. સાથે સાથે અહીં કહ્યું છે કે વિજપવાય (વિદ્યાપ્રવાદ) પુબમાથી ભદ્રબાહુસ્વામીએ પ્રતિષ્ટાક૫ ઉદ્દત કર્યો હતો તેમાથી જગચંદ્રસૂરિએ ઉદ્દત કર્યો અને તેમાથી આ સકલ ઉર્દૂત કર્યો છે. અહી શ્યામાચાર્ય, “કલિકાલસર્વજ્ઞ” હેમચંદ્રસૂરિ અને ગુણરત્નાકર(ગુણરત્નસૂરિ એ ત્રણના રચેલા પ્રતિષ્ઠાકપ સાથે સકલચંદ્ર પિતાની કૃતિ મેળવી અને શોધી એવો ઉલ્લેખ છે.
આ ઉલ્લેખ જો સાચો હોય અને એ પ્રસ્તુત હરિભદ્રસૂરિ સાથે સબધ ધરાવતો હોય તે પ્રસ્તુત હરિભસૂરિએ ભદ્રબાહુવામીએ, શ્યામાચાર્યો અને આર્ય સમુદ્રસૂરિએ રચેલ પ્રતિષ્ઠાકલ્પને ઉપયોગ કર્યો હશે એમ કહેવાય
(૧૦૮) બહન્મિથ્યાત્વમ(મ)થન સુમતિગણિએ આ કૃતિ નેધી છે. એનું નામ જોતા એમ લાગે છે કે એમાં મહામિથ્યાત્વનું નિરૂપણ તેમ જ ખંડન હશે