________________
હરિભદ્રસૂરિ
[ પૂર્વ ખંડ
જોઈને હરિભદ્રસૂરિએ એમને દીક્ષા આપી. આ બંને મુનિઓ કુશાસ્ત્રના પાઠમા પણ શુદ્ધ બુદ્ધિ ધરાવતા હતા. હરિભદ્રસૂરિએ એમને ન્યાય શાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો.
બૌદ્ધ તકના અધ્યયનાથે ગમન–એક વેળા હસે અને પરમહંસે બૌદ્ધોના તર્કશાસ્ત્રનો – એમના દુર્ગમ આગમોનો બેધ મેળવવા માટે બૌદ્ધોના નગરમાં જઈ એનો અભ્યાસ કરવાની હરિભદ્રસૂરિ પાસે અનુજ્ઞા માગી,
હરિભદ્ર–ભાવિ સારું જણાતું નથી, માટે આ વિચાર માંડી વાળે. અહી પણ પર મતના જાણકાર આચાર્યો છે તો પછી તેમની પાસે ભણે. કેઈ કુલીન શિષ્ય ગુરને છોડીને નિરુપદ્રવ માર્ગે પણ ન જાય તો પછી દુનિમિત્ત જણાતાં તો તે કેમ જ જાય ? અમે સોપવ કાર્ય માટે અનુજ્ઞા આપતા નથી.
હસ--આપનું વાત્સલ્ય યુક્ત છે. આપના નામમંત્રના પ્રભાવથી અમને કશી આંચ આવશે નહિ અને એનાથી અમારું પૂરેપૂરું રક્ષણ થશે. આપે અમારું બળ નાનપણમાં જોયું છે. સમર્થ મનુષ્યને અપશુકન શું કરી શકે ? દૂર દેશના શાસ્ત્રોનું જ્ઞાન મેળવવા અનુજ્ઞા આપો.
હરિભદ્ર—તમને હિતનાં વચન કહેવાં એ નિરર્થક જણાય છે. જે થવાનું હશે તે થશે જ. હવે તમને જે રચે– ફાવે તે કરે.
હંસ અને પરમહંસ તે પિતાના ગુરને ગૌરવની અને એમના ઉપદેશની અવગણના કરીને અને જૈન વેષને ગુપ્ત રાખીને બૌદ્ધોના
૧-૨ હંસ અને પરમહંસને વૃત્તાત મોટે ભાગે અનુચિત કલ્પનાના રંગે રંગીને “સાધ્ય અને સાધના” એ નામની ચોથી વાર્તા તરીકે જયભિખુએ રજૂ કર્યો છે અને એ “ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય” (અમદાવાદ) તરફથી વીરધર્મની વાતે નામના પુસ્તકમાં ઈ. સ. ૧૯૪માં પ્રકાશિત થયા છે.