________________
૧૭૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
આમ અહી સૂર્યને “શશાક કહ્યો છે. આનું અનુકરણ કુવલયમાલામાં કરાયું છે.
અવાંતર કથાઓ–સમગઇચચરિયની અવાર કથાઓ તરીકે કેટલીક કથાઓ ભ. હ. દોશીએ આના બીજા ભાગના પ્રારંભમાં
ધી છે. જેમકે વિજ્યસેનસૂરિને આત્મવૃત્તાત (ભવ ૧), અમરગુપ્તનું કથાનક તેમ જ મધુબિન્દુનું દછાત (ભવ ૨), વિજ્યસિંહની આત્મકથા અને નાલિદેર પાદપને પૂર્વ ભવ (ભવ ૩), યશધચરિત્ર (ભવ ૪), સનકુમારની કથા, સ્ત્રીપુરુષ યુગલકથા ને માર્ગદ્રયદષ્ટાંત (ભવ ૫), અહંદ્રાચાર્યની આત્મકથા (ભવ ૬), મુષિતહારકથા ને ચંદ્રાસર્ગકથાનક (ભવ ૭), વિધર્મસૂરિને આત્મવૃત્તાંત અને સુસંગતા ગણિનીની આત્મકથા (ભવ ૮) તેમ જ શુભંકર શ્રેષ્ઠીની કથા, દુષ્કરતાને અને ચાર પુરુષની કથા, શેઠને છ પુત્રોની કથા, અભયદાન અંગે ચાર રાણી અને ચેરની કથા તેમ જ સિદ્ધના સુખ પર રાજા અને શબરની કથા (ભવ ૯).
(૧૬૮) સંપંચાસિત્તરિ (?) આ નામ અશુદ્ધ જણાય છે. એ પં. હરગોવિંદદાસે નોધ્યું છે. એ માટે એમણે ભાઉ દાળનો ઉલ્લેખ કર્યો છે. (૧૭૧ અને ૧૭૦) સંબોધસત્તરિ (સંબોધસપ્તતિ)
આ નામ પણ પં. હરગોવિંદદાસે નોધ્યું છે, અને એના સમર્થનાથે ભાઉદાજીને નિર્દેશ કર્યો છે. ' નામ-સામ્ય–આ નામની એક કૃતિ રત્નશેખરસૂરિએ અને બીજી જયશેખરસૂરિએ રચી છે અને એ બને તે છપાયેલી છે.
૧ અમરકીર્તિની ટીકા સહિત પહેલી કૃતિ હીરાલાલ હ સરાજે છપાવી છે. બીજી કૃતિ ગુણવિનયની ટીકા તેમ જ ગુજરાતી ભાષાંતર સહિત , “જે. આ. સ ” તરફથી ઈ સં. ૧૯૨૨માં પ્રસિદ્ધ કરાઈ છે