________________
સમીક્ષા ].
જીવન અને કવન
૩૩૧
તારનાર અર્થાત “તારક” પણ ન જ કહેવાય. આ વાદીઓની કઈક કૃતિમાથી નીચે મુજબનું અવતરણું લવિ. (પત્ર પ૭)માં અપાયું છે –
" काल एव कृत्स्नं जगदावर्तयति". ઇષ્ટતત્ત્વદશનવાદ–કેટલાક બૌદ્ધોનું કહેવું એ છે કે ઈષ્ટ તત્વનું દર્શન હો; એ હોય તે બીજાના દર્શનની શી જરૂર ? આ સબંધમાં લવિ. (પત્ર પરૂઅ)માં તે નિમ્નલિખિત પદ્યનું દ્વિતીય જ ચરણ અપાયું છે, જ્યારે એની પંજિકા (પત્ર ૫૩)માં એ સંપૂર્ણ છે –
"सर्वं पश्यतु वा मा वा तत्त्वमिष्ट तु पश्यतु ।
प्रमाणं दूरदर्शी चेदेते गृध्रानुपास्महे ॥" આ મતના અનુયાયીઓની દષ્ટિએ ભગવાન “અપ્રતિહત–વરજ્ઞાન-દર્શન-ધર” ન કહી શકાય
કલ્પિતવિદ્યાવાદીઓને તત્ત્વાંતવાદ-વિદ્યાને કલ્પિત કહેનારા અને તત્ત્વાતની પ્રરૂપણ કરનારા–નિરાકાર ને સ્વચ્છ સંવેદન સિવાયનાં સ વેદનને કેવળ ભ્રાતિરૂપ ગણી એને “અસત' માનનારા બૌદ્ધોને આ વાદ છે. આ બૌદ્ધો તે “માધ્યમિકે ”હેવા જોઈએ એમ પંજિકા. (પત્ર પ૬૪)માં કહ્યું છેઆ જાતના તત્વાતવાદીઓને મતે ભગવાનને “જિન” ન કહેવાય તેમ જ “જાપક” એટલે રાગદ્વેષાદિ શત્રુઓને જિતાડનાર પણ ન કહેવાય.
ગુણકમવાદ–ગુણોનું ક્રમસર આલેખન થવું જોઈએ એ આ વાદનો અર્થ છે. સુરગુરુના શિષ્યો આ વાદના પક્ષપાતી છે. એમનું
૧ સર્વત્ર અખલિત એવા ઉત્તમ જ્ઞાન (કેવલજ્ઞાન) અને ઉત્તમ દર્શન (કેવલદર્શન)ને ધારણ કરનાર આવો એનો અર્થ છે. એમનાં જ્ઞાન અને દર્શનને હણનારી કઈ ચીજ નથી.