________________
२२४
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
ઉપરની આ સંસ્કૃતમા ૮૮૦ શ્લેક જેવડી વ્યાખ્યા છે. આ વ્યાખ્યા (પત્ર ૧૧આ)માં “અનુત્તરબોધિને ઉલ્લેખ છે.
પરિચય–પંચસુન્નગમા પાચ અધિકાર છે. દરેકનું સાન્તર્થ નામ છે. જૈન તીર્થકોને નમસ્કાર કરવા પૂર્વક આ કૃતિને પ્રારંભ કરાવે છે. ચાર શરણોનું નિરૂપણ, દુષ્કૃત્યની નિન્દા અને શુભ કાર્યોનું આચરણ એ પહેલા અધિકારને વિષય છે. બીજા અધિકારમા સાચી શ્રદ્ધા અને ભક્તિની ભૂમિકાનું વર્ણન છે અને અંતમા શ્રાવકના પાચ અણુવ્રતની પ્રરૂપણ છે. ત્રીજ અધિકારમાં જૈન સાધુ બનનાર શુ શુ કરવુ જોઈએ તે દર્શાવાયું છે. ચેથા અધિકારમાં દુષ્કર શ્રમણજીવન આલેખાયું છે. પાચમા અધિકારમાં મુક્તિનું સ્વરૂ૫ રજૂ કરાયું છે.
અવતરણ–ઉપર્યુક્ત વ્યાખ્યામાં સંસ્કૃતમાં અને પાઈયમાં અવતરો છે. એ બધાં એકત્રિત સ્વરૂપે અને મૂળના ઉલ્લેખપૂર્વક અપાવાની જરૂર છે. પત્ર ૯અમાંનુ અવતરણ સિંહપયરણના “સમ્મત્તાહિંગાર'ના ૨૮મા પદ્ય સાથે મળતું આવે છે. એવી રીતે પત્ર ૨૮અગત અવતરણ વીસવીસિયાની વીસમી વીસિયાના અઢારમા પદ્ય ૧ આને અગેજે. ચં. (પૃ. ૧૦૦)માં નીચે મુજબ ટિપ્પણ છે –
બૃહત્ ટિપ્પનિકામા એના માટે ચોક્કસ ઉલ્લેખ નીચે મુજબ છે – 'पाचसूत्र प्राकृतमुख्य वृत्तिश्च हारिभद्री सू २१० वृ. ८८० पापप्रतिघातगुणबीजाधान १ साधुधर्मपरिभावना • प्रव्रज्याग्रहणविधि ३ प्रव्रज्यापरिपालना ४ प्रव्रज्यफल ५ सूत्ररूप."
રે આ નામ મેં એન્યું છે. મૂળમાં નામ નથી.
3 પાપપ્રતિઘાતગુણબી જાધાન, સાધુધર્મપરિભાવના, પ્રવ્રજ્યાગ્રહણ વિધિ, પ્રઘાપાલન અને પ્રવજ્યાક્લ એમ આ પાચના સસ્કૃત નામ છે
૪ ૫ સુરગમાં વિવિધ ઉદાહરણો અપાયા છે જુઓ આ જ૦૫૦ (ખડ ૨)ના મારે અગ્રેજી ઉપદ્યાત (પૃ. ૫)