________________
ઉપખંડ: સમીક્ષા (૧) હરિભદ્રસૂરિએ નિદેશેલા છે અને ગ્રંથકાર હરિભદ્રસૂરિએ અનેક ગ્રંથોનું સર્જન કર્યું છે અને એ દ્વારા એમણે વિવિધ ગ્રથો અને થકારોનો ઉલ્લેખ કર્યો છે આ ઉપરથી આપણને એક તે એમના અભ્યાસના ક્ષેત્રની વિપુલતાને ખ્યાલ આવે છે અને બીજી રીતે વિચારતા આ નામો લેખ એમના સમયનિર્ણયનું મહત્વનું અને સર્વમાન્ય સાધન પૂરું પાડે છે. આ પ્રમાણે આ નામ– નિર્દેશ ઉપયોગી હેવાથી હું એ નામે પૈકી કેટલાક વિશિષ્ટ નામો વિષે થોડીક માહિતી આપવા લલચાયે છું. સૌથી પ્રથમ તે હુ નિગ્નલિખિત ૧૪ ગ્રંથની આછી રૂપરેખા આલેખીશ –
(૧) પ્રમાણુમીમાંસા, (૨૩) પ્રિયદર્શન અને વાસવદત્તા, (૪) ગિનિર્ણય, (૫) રેવણાકબ્ધ, (૬) વાક્યપદીય, (૭) વાર્તિક, અર્થાત પ્રમાણુવાર્તિક, (૮) વિશિકા, (૯) વૃદ્ધગ્રંથ, (૧૦) શિવધર્મોત્તર, (૧૧) સમ્મઈપયરણ, (૧૨) સમ્મઈપયરણની ટીકા, (૧૩) સ્યાદ્વાદશંગ અને (૧૪) હેતબિન્દુ
(૧) પ્રમાણુમીમાંસા અજ૫ના પાંચમા અધિકારે (પૃ ૬૮)મા તેમ જ એની પર વ્યાખ્યા (પૃ ૬૮)માં આ ગ્રંથને હરિભદ્રસૂરિએ ઉલ્લેખ કર્યો છે. એના કર્તા તરીકે મૂળમા “અમારા ગુરુ” એવો ઉલ્લેખ છે, જ્યારે એની સ્વપજ્ઞ વ્યાખ્યામાં પૂર્વાચાર્ય” એમ કહ્યું છે. આથી એમ જણાય છે કે પ્રમાણમીમાંસાના કર્તા હરિભદ્રસૂરિના સાક્ષાત ગુરુ નથી, પરંતુ એમને આ ગ્રંથ એમને ઉપયોગી થઈ પડયો હશે