________________
સાહિત્યસેવા |
જીવન અને ક્વન
૧૪૩
ટલાક તે આજે લુપ્ત બન્યા છે. નવોઢાના પ્રથમ સમાગમ-સમયના વસ્ત્રના પ્રદર્શનની જે વાત અણુઓગદાર (ગા. ૭૩, પત્ર ૧૩૭)મા બ્રીડનક'ના ઉદાહરણમાં છે તે તેમ જ ગાહાસત્તસઈમા જે વિવિધ રીતરિવાજો દર્શાવાયા છે તે અહી વિચારી શકાય.
ચોથી વસિયામા ચરમ-પરિવર્તને અધિકાર છે. ચરમ-પરિવર્તને અપનબંધક ” અને “નિવૃત્તાધિકારપ્રવૃત્તિ પણ કહે છે. આ અવસ્થા દરમ્યાન મનુષ્યની પ્રત્યેક પ્રવૃત્તિ મેલની પ્રતિને અર્થે હોય છે. ગા. ૧૪-૧પમા પાચ સમવાય-કારણોને ઉલ્લેખ છે. આ બાબત તે અન્યત્ર પણ આ ગ્રંથકારે નિર્દેશી છે પાંચમી વીસિયામાં ધાર્મિક જીવનને વૃક્ષ સાથે સરખાવાયું છે. છઠ્ઠી વીસિયામા સમ્યક્ત્વની પ્રાપ્તિનું નિરૂપણ છે.
સાતમી વીસિયાના વિપક તરીકે ત્રણ પ્રકારના દાનની વાત છે. (૧) સમ્યજ્ઞાનની, (૨) નિર્ભસ્થતાની અને (૩) ધાર્મિક દૃષ્ટિએ ઉપયોગિતાની. કાનના દાતા અને જ્ઞાનના ગ્રાહકનું સ્વરૂપ અહીં વિચારાયું છે. અભયદાનની છ દાન તરીકે પ્રશંસા કરાઈ છે. ત્રીજા પ્રકારનું દાન -એટલે અશનાદિનુ દાન. આ દાન કરનારે ન્યાય વડે ધન ઉપાર્જન કર્યું હેવું જોઈએ તો એ શુદ્ધ દાન ગણાય અનુક પા-દાન ઈષ્ટ છે. ભગવાને તીર્થકર-મહાવીરસ્વામીએ બ્રાહ્મણને દેવદૂષનુ દાન દીધુ હતુ એ વાત અહી અપાઈ છે.
આઠમી વીસિયામા દેવની પૂજા અને એના ભેદ અને ઉપભેદોની હકીકત છે.
નવમી વીસિયા શ્રાવકના ધર્મ ઉપર પ્રકાશ પાડે છે. એમા શ્રાવકનાં બાર વ્રતોને ઉલ્લેખ છે.
૧ આના પ્રકારાન વગેરે માટે જુઓ પા, લા. સા. (પૃ. ૧૪-૧૪૬). ૨ જુઓ .દ. સ, શા. વાસ, ઇત્યાદિ.