________________
૨૫૦
હરિભદ્રસૂરિ
[ ઉપખs
અવતરણો અપાયા છે. એની પણ વ્યાખ્યા (પૃ. ૩૬૬)મા એના કર્તા તરીકે ભર્તુહરિને ઉલ્લેખ છે. વળી કાડ ૧, લે. ૮૩નું પ્રથમ ચરણ ભર્તુહરિના નામનિદેશપૂર્વક પજ્ઞ વ્યાખ્યા (ખંડ ૧, પૃ. ૩૮૭)માં અપાયું છે. ભર્તુહરિએ ત્રણે કાંડ ઉપર વૃત્તિ રચી હશે એમ લાગે છે.
(૭) વાર્તિક (પ્રમાણુવાર્તિક) જેમ સત્યભામાને બદલે ભામાને દૃગ જેવાય છે અને પ્રમાણુવિનિશ્ચયને વિનિશ્ચય તરીકે ઉલ્લેખ નજરે પડે છે તેમ હરિભસૂરિએ ધર્મીતિકૃત પ્રમાણુવાર્તિકને વાર્તિક તરીકે નિર્દેશ કર્યો છે.
અજપ૦માં પ્રમાણુવાર્તિકમાથી એમણે અવતરણો આપ્યા છે. નદીની ટીકા (પત્ર પ૩)માં પણ એક અવતરણ એમણે આપ્યું છે એ પ્રથમ પરિચ્છેદનું ૩૬મુ પદ્ય છે
વાતિકો તરીકે અષ્ટાધ્યાયી ઉપરનુ કાત્યાયને રચેલું વાતિક સૌથી પ્રાચીન છે. એ કંઈ સ્પષ્ટીકરણરૂપ નથી પરંતુ એ તે એનું સમીક્ષાત્મક પરિશિષ્ટ છે. વાર્તિકની અભિનવ પદ્ધતિને પ્રારંભ ઉદ્યોતકર (ઈ. સ. ૫૫૦)ના ન્યાયપાતિકથી થયે, અને કુમારિલે
૧ આ મૂળ કૃતિ મનોરથન દિત ટીકા સહિત છપાઈ છે. જુઓ પૃ. ૬૧, ટિ.
૨ તત્વાર્થસૂત્ર (અ. ૫, સૂ ૩૧)ની ટીકા (ભા ૧, પૃ. ૩૯૭)માં સિદસેનગણિએ આનો નિર્દેશ કર્યો છે.
3 જુઓ ન્યાયાવતાર–વૃત્તિ ઉપરનુ ટિપ્પણ (પૃ ૧૭ અને ૩૭). કાવ્યાનુશાસન ઉપરના વિવેક (પૃ ૩૬૩)માં “વિનિશ્ચય-વૃત્તિ” એવા ઉલ્લેખ છે
૪ જુઓ ઉપખડ.