________________
'
હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ
(૬૫) ધર્મબિન્દુ આ કૃતિના નામના અંતમાં જેમ “બિન્દુ' શબ્દ છે તેમ આ ગ્રંથકારની ગબિન્દુ નામની કૃતિમાં તેમ જ લોકબિન્દુ એમની જ કૃતિ હોય તો તેમા પણ છે. આ નામો હેતુબિન્દુ નામની બૌદ્ધ કૃતિ ઉપરથી સ્કુર્યા હશે. અખાકૃત અનુભવબિન્દુનું આ નામો સ્મરણ કરાવે છે.
વિભાગાદિ–આ મુખ્યતયા ગદ્યમાં લખાયેલી અને આઠ અધ્યાયમા વિભક્ત કરાયેલી સંસ્કૃત કૃતિ છે એને પ્રારંભ પઘથી થાય છે અને એની શૈલી સૂત્રાત્મક છે એ સૂત્રો જેમ જેમ ઉકેલાતા જાય તેમ તેમ એમાથી ગંભીર અર્થરૂ૫ તાર નીકળતા જાય છે.
વિષય–અ. ૧માં સામાન્ય ગૃહસ્થને અને અ. રમા વિશિષ્ટ ગૃહસ્થને ધર્મ સમજવાય છે. વિશેષમાં આ બીજા અધ્યાયમાં ધાર્મિક ઉપદેશ કેમ આપ એનું નિરૂપણ છે. અ. ૩માં શ્રાવકના વ્રત અને એને લગતા અતિચારોનું સ્વરૂપ આલેખાયું છે. અ. ૩, સૂ ૧૮મા સામાયિક, દેશાવકાશિક, પૌપધાપવાસ અને અતિથિસંવિભાગને શિક્ષાપદ કહ્યા છે. અ. ૪ અને ૫ ઉપરથી જૈન શ્રમણોના જીવનને ખ્યાલ આવે છે અ. ૪, ૩-ર૦મા દીક્ષાર્થીની અને દીક્ષા આપનારની યોગ્યતા વિષે નિરૂપણ છે. આ મા બે પ્રકારના જૈન શ્રમણોને અધિકાર છે અ. ૭ ધર્મના ફળ દર્શાવે છે અને અ. ૮ સિદ્ધનું સ્વરૂપ
૧ આ મૂળ કૃતિનુ મુનિચન્દ્રસૂરિકૃત ટીકા સહિતનું સંપાદન . લુઈગિ સુઆલિએ કર્યું હતું અને એ “બિબ્લિઓથેક ઈનિડકા”મા ઈ સ. ૧૯૧૨મા છપાવાયુ હતુ ઈ. સ. ૧૯૧૦મા આ ઈટાલિયન વિદ્વાને
ગબિન્દુની પ્રસ્તાવનામાં કહ્યુ હતુ કે “જૈ. આ.સ.” તરફથી સટીક મૂળ વિ. સ. ૧૯૬૭માં છપાવાયુ છે. “આ. સ ” તરફથી સટીક મૂળ ઈ. સ. ૧૯૨૪માં પ્રકાશિત થયું છે.