________________
સમીક્ષા ] જીવન અને કવન
૩૨૧ અને એ આધારે મેં અહીં એમને એ રીતે નિર્દેશ કર્યો છે. મુનિચન્દ્રસૂરિએ એમને “પરતીથિક' કહ્યા છે.
(૪૬) સિદ્ધસેન દિવાકર અજ૫૦ (ખંડ ૧)ની પર વ્યાખ્યા (પૃ. ૯)માં “સિદ્ધસેન દિવાકર” તરીકે અને બીજા ખંડની પણ વ્યાખ્યા (પૃ. ૧૩૧)માં “દિવાકર” તરીકે તેમ જ પંચવભુગની ગા. ૧૦૪૮મા “આયરિયસિદ્ધસેણ” તરીકે અને એની ૧૦૪૭મી ગાથામાં “સુઅકેવલિ” (સં. શ્રુતકેવલિન) તરીકે હરિભદ્રસૂરિએ એમને ઉલલેખ કર્યો છે. ભદ્રેશ્વરની કહાવલી, વિ. સં. ૧૨૯૧ પહેલા રચાયેલે એક અજ્ઞાતકર્તક પ્રબંધ, પ્રગ્ન, પ્રબંધચિંતામણિ અને ચપ્ર. એ પાચ કૃતિઓ સિદ્ધસેન દિવાકરની જીવનરેખા રજૂ કરે છે. એને આધારે હુ કેટલીક હકીકતો અહીં આપું છું:
જન્મદાતા–સિદ્ધસેન દિવાકર “કાત્યાયન” ગોત્રના બ્રાહ્મણ દેવર્ષિ અને એમની પત્ની દેવશ્રીના પુત્ર થાય છે.
વાદી–સિદ્ધસેનને વાદને નાદ હ. એ વૃદ્ધવાદી સાથેના વાદમા ઊતરી ગયે.
દીક્ષા–વૃદ્ધવાદી પાસે સિદ્ધસેને દીક્ષા લીધી હતી. એ વેળા એમનું નામ કુમુદચન્દ્ર પડાયું હતું.
૧ “અનેકાન્ત” (૧ ૨, કેિ ૧૦)માં પં. રતનલાલ સ ઘવીને સિદ્ધસેન દિવાકર” નામના લેખનો બીજો હપ્તો વીરસ વત ૨૪૬૫માં પાવે છે એમાં એમણે લોકપ્રવાદ ચાલ્યો આવે છે એમ કહી હરિભદ્રસૂરિને અગે વાદી તરીકે જે વર્ણન મળે છે તેવું લગભગ એમને અંગે સંભળાય છે એમ કહ્યું છે. વિશેષ હકીકત માટે જુઓ પૃ ૧૮, ટિ ૧ની અંતિમ કંડિકામાં નિર્દેશાયેલા મારા લેખે.