________________
૨૩૮
હરિભદ્રસૂરિ -
[ ઉત્તર ખંડ
૩. હરિભદ્રસૂરિએ જે કૃતિઓ રચ્યાના પ્રામાણિક ઉલેખ મળે છે તે બધી કે આજે મળતી નથી. જેટલી મળે છે તેમાં પણ ડુપડપિકા અપૂર્ણ છે અને પંચાગ ને વીસવીસિયામાં નહિ જેવો ભાગ ખૂટતો જણાય છે.
૪. હરિભદ્રસૂરિની કેટલીક કૃતિઓ વિરડ” અંક વડે અંકિત છે.
૫. હરિભદ્રસૂરિએ કેટલીક કૃતિના નામ બૌદ્ધ કૃતિઓના નામ ઉપરથી જ્યા હોય એમ લાગે છે. જો એમ ન જ હોય તો એ વાત તે સાચી જ છે કે એમની કેટલીક કૃતિનાં નામ બદ્ધ કૃતિઓનાં નામનું સ્મરણ કરાવે છે.
૬. હરિભસૂરિને ઉપલબ્ધ કૃતિકલાપ સંસ્કૃત અને પાઈયમા– જ મ0મા રચાયો છે અને તેમાં પણ વિશેષ ભાગ સંસ્કૃતમાં છે.
૭. હરિભદ્રસૂરિનું સંસ્કૃત અને પાઈય એમ બંને ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વ જોવાય છે. ૮. હરિભસૂરિએ સ્વતંત્ર તેમ જ વિવરણાત્મક કૃતિઓ રચી છે.
. હરિભસૂરિએ અનેક વિષયો ઉપર કૃતિઓ રચી છે. તેમાં તત્વજ્ઞાન અને સંસ્કૃતિ ઉપર એમણે વિશેષ લક્ષ્ય આપ્યું છે.
૧૦. હરિભદ્રસૂરિએ છંદ, વ્યાકરણ કે અલંકારને લગતી કોઈ કૃતિ રચી હોય એમ જણાતું નથી. કોઈ નાટક પણ રચ્યું દેખાતું નથી. રૂપકાત્મક કથા પણ આલેખી હોય એમ જાણવામાં નથી.
૧૧. સિદ્ધસેન દિવાકરે દાર્શનિક હાર્નાિશિકાઓ દ્વારા સર્વ દર્શનેને સંગ્રહ કરવાનું જે બીજ વાવ્યુ હતુ તેને પલ્લવિત, પુષ્પિત અને ફલિત કરવાનું કાર્ય હરિભદરિએ પદનસમુચ્ચય અને શાસ્ત્રવાર્તારામુચ્ચય એમ બે કૃતિઓ રચી ચરિતાર્થ કર્યું છે.
૧૨. શાસ્ત્રવાર્તાસમુચિય એ હરિભકવિની સર્વ ધર્મ પ્રત્યે