________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૭૩
એવી રીતે મૃગની કથા જે ભવ ૬ (પત્ર પ૭૮-પ૮૧)માં અપાયેલી છે તે પરિશિષ્ટપર્વ (સ. ૨, શ્લે. રર૪-૩૧૪) સાથે સરખાવી શકાય તેમ છે. ભવ ૩ (પત્ર ૨૦૩-૨૨૧)ગત વિજયસિંહ અને પિગક વચ્ચેને પંચભૂતથી વ્યતિરિક્ત આત્માના અસ્તિત્વને લગતો સ વાદ રાયપણુઈજમાના કેસિ મુનિવર અને પતિ રાજા વચ્ચેના સવાદનું સ્મરણ કરાવે છે.
સામ્ય–ગા. ૭૦ તે વિશેસાની ગા. ૧૧૯૫ છે અને ગા. ૭ વીસવીસિયા (વી. ૬, ગા ૧૪) સાથે મળતી આવે છે.
સમરમયંકાકહા–મુનિશ્રી પુણ્યવિજયજીએ “ગાચાર્ય શ્રીમદ્રસૂરિ મર ૩ની સમરમચંવાનામના લેખમાં કહ્યું છે કે કુવલયમાલાની પ્રારંભિક પ્રસ્તાવનામાં એના કર્તાએ અનેક પ્રાચીન આચાર્યો અને એમની કૃતિઓનું સ્મરણ કરતી વેળા હરિભદ્રસૂરિને અને એમની સમરમયંકાકહાને ઉલેખ કર્યો છે. આ આજે મળતી સમરાઈશ્ચકહા જ છે એમ એમણે કહ્યું છે. સાથે સાથે કુવલયમાલાના આદિત્યવાચક આઈચ્ચ” શબ્દને બદલે ચંદ્રવાચક “મિય ક” શબ્દ છે તે પછી સમરમયંકાહા તે જ સમરાઈરચકહા છે એમ કેમ કહેવાય એ પ્રશ્ન ઉઠાવી એને નીચે મુજબની મતલબને ઉત્તર આપે છે –
જૈન પ્રતિષ્ઠાવિધિના ગ્રંથો જેવાથી એમ જણાય છે કે એક જમાનામા ચંદની પેઠે સૂર્યને પણ શશાક, મૃગાક ઇત્યાદિ નામે ઓળખાવતો હતો. જૈન પ્રતિષ્ઠાવિધાન ઈત્યાદિના પ્રસગે નવ ગ્રહોનું પૂજન કરાય છે. એમાં નવ ગ્રહોના નામને અલગ અલગ મત્રોચ્ચાર કરાય છે. એમાં સૂર્યને મંત્ર નીચે પ્રમાણે આવે છે –
“ ને શરસૂિર્યાય સવિનય નમો નમઃ વા” ૧ આ લેખ “પ્રેમી-અભિનંદન-ગ્રંથ” (પૃ. ૪૨૪)માં છપાયે છે.