________________
સાહિત્યસેવા ] જીવન અને કવન
૧૪૫ કહ્યું છે કે તીર્થની રક્ષાના નામે અશુદ્ધ પ્રથા ચાલુ રાખવાથી તીર્થને ઉચ્છેદ થાય છે. ગા. ૧૭-૦માં શુદ્ધ આચરણના ચાર પ્રકારે ગણાવાયા છે. આ વીસિયામાં આધ્યાત્મિક વિકાસની પ્રાથમિક ભૂમિકાને બદલે આગળ ઉપરની ભૂમિકાને વિચાર કરાયો છે.
અઢારમી વીસિયાને વિષય કેવલજ્ઞાન યાને સર્વજ્ઞતા છે
સિદ્ધ થયા પૂર્વેની મનુષ્ય તરીકેની અવસ્થાને લક્ષીને સિદ્ધના વિવિધ પ્રકારે પાડી એ બાબત એગણીસમી વીસિયામાં વર્ણવાઈ છે. ગા. ૬-૧૨માં સ્ત્રીને દેહ એને એ જ ભવમા એ જ દેહે મુક્તિ મેળવવામાં બાધક બનતું નથી એ બાબત સચોટ રીતે રજૂ કરાઈ છે.
વીસમી વીસિયામાં સિદ્ધના સુખનું વર્ણન છે આ બાબત ધમ્મસંગહણું (ગા ૧૩૭૬-૧૩૮૫)માં પણ વિચારાઈ છે. - સંતુલન- સત્તરમી વીસિયા વિષય અને શૈલીની બાબતમાં પડશક સાથે સરખાવવા જેવી છે. વીસિયાની કેટલીક ગાથા અન્યાન્ય ગ્રથમા જવાય છે દા.ત વી. ૪, ગા. ૧૪= સન્મઈપયર (કડ ૩, ગા. ૫૫) આ ભાવ વેતાશ્વતર ઉપનિષદ્ (અ. ૧, શ્લે ૨) સાથે સરખાવાય તેમ છે. એ ક નીચે મુજબ છે –
"काल• स्वभावो नियतिर्यदृच्छा भूतानि योनि पुरुष इति चिन्त्यम् । ___ सयोग एषा न त्वात्मभावादात्माऽप्वनीश. सुखदु खहेतो ॥"
વી ૬, ગા પ-૬ના પૂર્વાર્ધ = આવસ્મયની નિજજુત્તિની ગા. ૧૦૫-૧૦૬ના પૂર્વાર્ધ.
૧ આને લગતા ચોવિજયગણિકૃત વિવરણમા કહ્યું છે કે જનોનો સમૂહ એ “તીર્થ” નથી, આજ્ઞારહિત એ સમૂહ તે હાડકાને માળા છે, સૂત્રમાં કહેલી ચોચિત ક્રિયા કરનાર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમુદાય “તીર્થ” છે. ધર્મ–ઢેગી ગુરુઓની ખબર આવયની નિજુત્તિ (ગા. ૧૧૦૯-૧૧૯૩)માં લેવાઈ છે એનું સંક્ષેપમાં આ ૧૪મી ગાથામાં સૂચન છે.
૨ જુઓ પૃ. ૧૬૧. હ ૧૦