________________
હરિભકસૂરિ
[ ઉપખંડ કેટલાક આ ભર્તુહરિને “બૌદ્ધ ” ગણે છે. વી. એ. રામરવાની શાસ્ત્રીએ 241 vluda 24 51 42239 " Bhartrhari a Bauddha ?” નામને લેખ લખે છે. એમાં એમણે એવું પ્રતિપાદન કર્યું છે કે વાક્યપદયના કર્તા એક મેટા અદ્વૈતવાદી તત્વવેત્તા છે અને એમણે પતંજલિની પેઠે શબ્દાતને વિકાસ કર્યો છે. આ ભર્તુહરિ “વિવર્તવાદ”ને સ્વીકારે છે અને એને લઈને ભારતીય તત્વજ્ઞાનના ઈતિહાસમાં શંકરાચાર્યના પૂર્વવર્તી અદ્વૈતવાદી તરીકે એમને ઉચ્ચ સ્થાન મળે છે. ભર્તુહરિએ વાક્યપદીયમાં આગમ-કમાણનું હૃદયંગમ સ્પષ્ટીકરણ કર્યું છે. અહીં એમણે તકને આગમના ઉપકરણ તરીકે, નહિ કે આગમને ઉથલાવી પાડવાના સાધન તરીકે માન્યું છે. આ જાતના અભિપ્રાય માટે બૌદ્ધોમા સ્થિરમતિ અને જેનોમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સુપ્રસિદ્ધ છે, કેમકે એ આગમાનુસારી તર્કને, નહિ કે તર્કનુસારી આગમને માને છે. ભર્તુહરિના કથનની નોધ તત્ત્વસંગ્રહમા નિમ્નલિખિત ૧૪૬૦મા પદ્યમા લેવાઈ છે એમ કમલશીલની પંજિકા (ભા. ૧, પૃ. ૪ર૬) જેમાં જણાય છે –
“ अवस्थादेशकालाना भेटाट् भिन्नासु शक्तिषु।
મવાનનુમાન સિદ્ધિતિદુર્જમાં II ૧૪૬૦ ” પ્રસ્તુત ભર્તુહરિને નીતિશતક, શૃંગારશતક અને વૈરાગ્યશતના કર્તા તરીકે ઓળખાવાતા ભર્તુહરિ સાથે નામસામ્ય સિવાય કોઈ સમાનતા જણાતી નથી. આ ત્રણ શતકોના કર્તા કયારે થયા
૧ આ લેખ “Proceedings and Transactions of the eighth Oriental Conference”માં છપાવાય છે. એના પૃ. ૨૫૪–૨૫૭ અત્ર પ્રસ્તુત છે.
૨ જુઓ પૃ. , ટિ.
કે છે. દાદર ધર્માનન્દ કોસંબી દ્વારા સંપાદિત અને “સિ. જે. ચ”મા ગ્રંથાંક ૨૩ તરીકે ઇ. સ. ૧૯૪૮માં આ ત્રણ શતક્ત અને સાથે