________________
૧૧૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
સાહિત્યના પ્રાચીનતમ નમૂનાઓ છે. આ દિશામાં “વ્યાજ-સ્તુતિ”ના લેખકોને પણ–અલંકારશાસ્ત્રીઓને પણ ફાળો છે. અખાના છપ્પા અને ભેજા ભગત ના ચાબખા જૂની ગુજરાતીમાં આ જાતનું સાહિત્ય રજૂ કરે છે. આધુનિક સમયમાં આવું કાર્ય “સુન્દરમ” તરફથી “કડવી વાણી” દ્વારા કરાયું છે. સ્વ. રમણભાઈ નીલક ઠે એમને પત્ની લેડી વિદ્યાગૌરીની સહાયતાપૂર્વક રચેલા હાસ્યમંદિરની પણ અહી નોધ લેવી ઘટે છે. એમાં “satire” વિષે એક અગ્રેજી લેખને સારાશ અપાયો છે. - પ. બેચરદાસે પૂ. ૧૦૦મા આ ધુત્તખાણના કર્તા તરીકે અન્ય હરિભદ્રને ઉલ્લેખ કર્યો છે તે તે માટે વિચાર થો ઘટે. (૭૭ અને ૪૩) નાણપંચગવખાણ [જ્ઞાનપંચકવ્યાખ્યાન]
આ પાઈય કૃતિમાં ૨૬ પડ્યો છે અને એ દ્વારા જ્ઞાનના પાચ પ્રકારનું નિરૂપણ કરાયું છે. ગાથા ૧-૧૦માં મતિજ્ઞાનનું, ૧૧–૧૮મા શ્રુતજ્ઞાનનુ, ૧૯–૧રમાં અવધિજ્ઞાનનું, ૨૩મીમા મન:પર્યાયજ્ઞાનનું અને ૨૪-૨૫મા કેવલજ્ઞાનનું સ્વરૂપ સમજાવાયુ છે. અતિમ ગાથામાં વિષય અને ગ્રંથકારના નામ વિષે ઉલ્લેખ છે. અહીં કે “હરિભદ્રસૂરિ' એવુ નામ અપાયું છે છતા આ હરિભદ્ર તે પ્રસ્તુત છે કે કેમ તે વિચારવું બાકી રહે છે.
સમયસુન્દર ઉપાધ્યાયે ગાહાસહસી (પદ્ય ૬૫૮-૬૮૩)મા ૧ સસ્કૃતમા આ જાતનુ સાહિત્ય કેવું છે એનો ચિતાર વિવિધ સંસ્કૃત કૃતિઓ જોઈ જઈડ એસ કે ડેએ “ Satirical Poems in Sanskrit ” નામના લેખમાં નાખ્યો છે. આ લેખ “Indian Culture” (Vol VIII, No 1, pp. 1-8 )માં છપાયે છે
૨ આ કૃતિમાં લગભગ ૭૦૦ પદ્યો જ. મ મા છે, જ્યારે થોડા સંસ્કૃતમાં છે. એથી મે એનું આ પાઇય નામ આપ્યું છે, બાકી ગ્ર થકારે તેમ બીજાઓએ પણ એનો ગાથાસહસ્ત્રી તરીકે ઉલ્લેખ કર્યો છે. આની રચના વિ સ. ૧૬૮માં થઈ છે.