________________
૨૪૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
કોઈ કોઈનો તે વાસ્તવિક અને સાગોપાગ અભ્યાસ કરવા માટે સારી છે જિંદગી વ્યતીત કરવી પડે એટલે એમાં મહત્ત્વપૂર્ણ અને વિવિધ્યશાળી ભંડાર ભરેલું છે.
૪૭. આજનો શ્રમણ-સંધ અધ્યાત્મ, વેગ અને ધર્મની બાબતમાં હરિભદ્રસૂરિને ઋણ છે.
૪૮. તીર્થોદ્ધારકાદિના શિષ્ય-સમુદાયમા હારિભદ્રીય કૃતિકલાપના પઠન-પાઠન પર વિશેષ લક્ષ્ય અપાય છે એ આનંદની વાત છે.
આ પ્રમાણે જ્યારે હરિભસૂરિના ગ્રંથનું મૂલ્ય અમૂલ્ય છે ત્યારે સામાન્ય જનતા પણ એને યથેષ્ઠ લાભ લઈ શકે તેવી વ્યવસ્થા થવી ઘટે. એના આધુનિક ભિન્ન ભિન્ન ભાષાઓમાં ઉત્તમ કોટિના અનુવાદ પ્રસિદ્ધ થાય તો આ મહત્ત્વના ગ્રંથની ઉપગિતા વિશેષતઃ કળે.