________________
પુરવણું]
જીવન અને કવન
૩૫૯
પૃ. ૯૮, ૫. ૧૪. “છે.” પછી ઉમેરેઃ તેમ કરતી વેળા ધામસંગહણીનું નિમ્નલિખિત ૩૭૦મુ પદ્ય રજૂ કર્યું છે – ___ " किरणा गुणा ण दव्वं तेसु पयासो गुणो, ण यादव्यो।
કિ ના સાચગુણો મેથ્યો સ રૂ૭૦ ”
આ પદ્યના પૂર્વાર્ધનું પાઠભેદપૂર્વકનું ઉદ્ધરણ બ્રહ્માંડ પુરાણ (અ. ૩૬)ગત લલિતસહસ્રનામના નિમ્નલિખિત ૧૩૭મા પદ્ય ઉપરના ભાસ્કરાનંદનાથે રચેલા સૌભાગ્યભાસ્કર નામના ભાષ્યમાં જેવાય છે:
૧ આ ઉદ્ધરણ આ જ પૃષ્ઠ ટિ. રમા નેધેલી આવૃત્તિમાં અશુદ્ધ છપાયુ છે –
“વિર ગુના ન તેવુ પ્રયાસો કુળો ન સોળ્યો” ૨ આ હયગ્રીવ અને અગત્યના સ વાદરૂપે ૩૨૦ પદ્યમાં રચાયેલી કૃતિ છે. આ કૃતિ સૌભાગ્યભાસ્કર તેમ જ ભાસ્કરાચના શિષ્ય જગન્નાથકત ભુવનાભે નામના ભાસ્કરવિલાસ કાવ્ય સહિત “નિર્ણયસાગર” મુદ્રણાલય તરફથી દ્વિતીય સંસ્કરણ તરીકે ઇસ ૧૯૧૯મા પ્રસિદ્ધ કરાઈ છે.
૩ એમના પિતાનું નામ સંભીરરાય દીક્ષિત અને માતાનું નમાખા છે. એમણે પ્રકાશાનને (પૂર્વાવસ્થાના શિવદત્ત શુલને) હાથે અહી (સુરતમાં) પૂર્ણભિષેક” દીક્ષા લીધી ત્યારે એમનુ ભાસ્કરરાય” નામ બદલીને “ભાસ્કરાનંદનાથ” રખાયુ હતુ. એમણે નૃસિંહ ચવ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતા. નારાયણભટ્ટ સાથે કાશીમાં અને (વિ સ. ૧૭૧૪માં જન્મેલા) ગોસ્વામી પુરુષોત્તમજી સાથે અહી એમણે વાદવિવાદ કર્યાનું મનાય છે એમનો સમય વિક્રમની ૧૭મી-૧૮મી સદી છે એમણે અનેક ગ છે રહ્યા છે. એનાં નામ ભુવનામાં લેવાય છે આ અજૈન વિદ્વાન વિષે “ભવાનીને વડ ચાને શ્રી બહુચરખ્યાતિ ” (પૃ. ૪૫ ઈ )માં કેટલીક બીના અપાઈ છે આ પુસ્તક અહી થી ગોસ્વામી ગણપતગીર ચીમનગરે ઇ. સ. ૧૯૫૫માં પ્રસિદ્ધ
૪ આ ભાષ્ય બાર કલામા વિભક્ત છે અને એ “મોદચ્છાયા થી સૂચિત વર્ષમાં રચાયું છે.