________________
સમીક્ષા ]
જીવન અને ક્વન
૩૪૧
નક્ષત્રને ભેગકાળ–આવસ્મયને ઉપરની હરિભદ્રસૂરિકૃત ટીકા (પત્ર ૬૩૪આ) ઉપરના ટિપ્પણમાં માલધારી ” હેમચન્દ્રસૂરિ કહે છે –
"इह वक्ष्यमाणान्युत्तरादीनि नक्षत्राणि पञ्चचत्वारिंशन्मुहूर्तभोक्तृणि सार्थक्षेत्राण्युच्यन्ते सार्धदिनभोक्तृणि यावत् एवमश्विन्यादीन्यप्येकदिनभोक्त णि समक्षेत्राण्युच्यन्ते शतभिषगादीनि त्वर्धदिनभोक्तृणि अपार्धभोगीण्याख्यायन्ते तेषा च किल चिरन्तनज्योतिष्कग्रन्थेष्वित्थमेव भुक्तिरासीत् , न तु यथा साम्प्रतं सर्वाण्यप्येकदिनभोगीनीति भाव "
આ દ્વારા એ વાત સૂચવાઈ છે કે અહી ઉત્તરા વગરે નક્ષત્રને ભેગકાળ ૪૫ મુહૂર્તને એટલે કે દેઢ દિવસને, અશ્વિની વગેરેને એક દિવસન અને શતભિષગ વગેરેને અડધા દિવસને દર્શાવેલ છે. આ પ્રમાણેને ભોગકાળ જ્યોતિષના પ્રાચીન ગ્રન્થમાં હતું, પરંતુ અત્યારે તે બધા નક્ષત્રોને ભોગકાળ એક જ દિવસને જ ગણાય છે.
આથી સવાલ એ ઊભો થાય છે કે કેટલાંક નક્ષત્રોને ભેગકાળ જે પૂર્વે ૪૫ મુહૂર્તને, કેટલાકને ૩૦ને અને કેટલાકને ૧૫ એમ હતો એને બદલે બધાને એક દિવસને ક્યારથી થયે? હરિભદ્રસૂરિએ જે ભાગકાળ લખ્યો છે તે શુ એમની માન્યતા છે કે એમની પૂર્વેની માન્યતાને એમણે રજૂ કરી છે?
પસવણકમ્પનું કર્ષણ–હરિભદ્રસૂરિએ આવસ્મયની ટીકા (પત્ર ૭૯૪આ)માં નીચે પ્રમાણે કથન કર્યું છે – “ सवच्छरिए य आवस्सए कए पाओसिए पज्जोसवणाकप्पो कड्ढिनति । सो पुण पुच्चि च अणागयं पञ्चरत्तं कड्डिजइ य। एसा सामायारि त्ति।"
આ ઉપરથી એમ લાગે છે કે સાવત્સરિક આવશ્યક કર્યા બાદ રાત્રિના પ્રથમ ભાગમાં પસવણકપ (કલ્પસૂત્રોનું કર્ષણ