________________
૧૯૬
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
ચોથું સુત્ત આવયના “ચવ્વીસન્થય” નામના બીજા અઝયણમાનું છે એ ત્રીજા ભાગમાં પત્ર ૪૯૪૫ (પદ્ય ૧), ૫૦૧ (પદ્ય ર-૪), ૫૦૭આ (પદ્ય ૬) અને ૫૧૦૫ (પદ્ય ૭)માં એમ કટકે કટકે છે.
સાતમું મુત્ત આ લલિતવિસ્તરા કરતાં અધિક પ્રાચીન એવી કોઈ કૃતિમાં હોય એમ જણાતુ નથી.
આઠમા સુત્ત માટે પણ આવી પરિસ્થિતિ છે. પંચાસગમાં આ આઠમા સુત્તની બે ગાથા ચેથા પંચાસગમાં ગા. ૩૩-૩૪ રૂપે દષ્ટિગોચર થાય છે.
મેં ઉપર જે આઠ સુત્તને ઉલ્લેખ કર્યો છે તે પૈકી સુત્ત ૧, ૨ અને ૪-૬ને “પાચ દંડક” તરીકે ઓળખાવાય છેઆ વાત દેવેન્દ્રસૂરિકૃત ચયવન્દ્રભાસ (ગા. ૪૧)ને નિમ્નલિખિત પૂર્વાર્ધ સમર્થન કરે છે –
“पण दण्डा सक्कथय-चेइय-नाम-सुअ-सिद्धत्थ इत्थ" ચેઇયવન્દસુત્ત ઉપરની વૃતિઓમાં આ સૌથી પ્રથમ છે એમ એના ત્રીજા પદ ઉપથી આગમોદ્ધારકે અનુમાન કર્યું છે.૧ એના કારણ તરીકે એમણે એમ કહ્યું છે કે જે બીજી કોઈ વૃત્તિ હોત તો આવક્સયની વૃત્તિમાં એ પ્રકારને જેમ ઉલ્લેખ કર્યો છે તેમ અહીં પણ કરત. વળી આગદ્ધારકે લ, વિના આ ઉપોદઘાત (પત્ર ૩)માં એમ પણ કહ્યું છે કે ચૈત્યવંદનની વિધિ દર્શાવનાર કૃતિ તરીકે પણ આ પ્રથમ છે.
એમનાં આ બે વિધાનોની વિરુદ્ધ કોઈએ મત ઉચ્ચાર્યો હોય તો તે જાણવામાં નથી, છતાં માની લઈએ કે કોઈને આ વિધાને વાસ્તવિક ન લાગે. એ ગમે તેમ હો પણ ચેઇયવન્દણસુત્ત ઉપર અને ખાસ કરીને
૧ ચેઈચવન્દસુત્ત ઉપર નિજુતિ, ભાસ, યુણિ કે જિનભટીય જેવી કે ઈ ટીકા જણાતી નથી એથી આગોદ્ધારકે આમ કહ્યું છે