________________
ર૮૬ હરિભદ્રસૂરિ
[ ઉપખંડ (૩) પ્રમાણવાર્તિક (૪) પ્રમાણવાતિવૃત્તિ (૫) પ્રમાણુવિનિશ્ચય (૬) સન્તાનાન્તરસિદ્ધિ (૭) સંબંધ પરીક્ષા (૮) સંબંધ પરીક્ષાવૃત્તિ (૯) હેતુબિહુવિવરણ
વાદન્યાયના પરિશિષ્ટમા શ્રી. રાહુલે ધમકીર્તિના ગ્રંથ અને એના ઉપરના વિવિધ વિવરણોને ઉલ્લેખ કર્યો છે. આ ઉલલેખને આધારે ધમકીતિને કૃતિકલાપ તેમ જ એના વિવરણાત્મક સાહિત્યની નોધ હેતુબિન્દુટીકાની પ્રસ્તાવના (પૃ ૮-૧૦)મા અપાઈ છે. એ જોતા ઉપર્યુક્ત નવ કૃતિઓમાથી પહેલી આઠ તે શ્રી. રાહુલે પણ નોધી છે. નવમી કૃતિ તરીકે એમણે હેતુબિન્દુ ઉલ્લેખ કર્યો છે, નહિ કે એના વિવરણને હેતુબિન્દુ એ તે ધર્મકીર્તિની કૃતિ છે જ એટલે એને ઉલલેખ સ્થાને છે.
કેટલાક આ ઉપરાતની કૃતિઓ તરીકે નીચે મુજબના નામ સૂચવે છે –
(૧) અલંકાર (૨) ન્યાયવિનિશ્ચય (૩) વિજ્ઞાનના પ્રસ્થાન
શ્રી રાહુલે જે નવ કૃતિઓ ગણાવી છે તેને જ હું અત્યારે તે ધમકીર્તિની નિર્વિવાદ કૃતિઓ માનું છું એટલે એને પરિચય તે હું આપું છું. સાથે સાથે જે અન્ય કૃતિઓ અહીં મેં ગણાવી છે તેને પણ રહુ થોડોક વિચાર કરીશ.