________________
૩૩૮ હરિભદ્રસૂરિ
T ઉપખંડ એ કૃતિના રચનાર અને એથી બેધ પામનાર વચ્ચે સૈકાઓનું અંતર હેય. વળી જેમના પાડિત્ય, પ્રભાવ ઈત્યાદિ જોઈને જેમના પ્રત્યે પુષ્કળ બહુમાન થાય તેમને પણ “ગુરુ” કહેવાય. મલયગિરિસૂરિએ આવસ્મયની વૃત્તિ (ભા. ૧, પત્ર ૧૧)માં “કલિકાલસર્વજ્ઞ” હેમચન્દ્રસૂરિ વિષે તેમ કર્યું છે.
જય ભટ્ટ અને હરિભદ્રસૂરિ–જયભટ્ટે ન્યાયમંજરી ઈ. સ. ૮૦૦ની આસપાસમાં રચ્યાનું મનાય છે. ષસનું ૨૦મું પદ્ય આ ન્યાયમંજરીમાથી ઉદ્દત કરાયું છે એમ કોઈ કોઈ કહે છે. જે એ હકીકત સાચી જ હોય તે હરિભદ્રસૂરિએ ષસની રચના ન્યાયમંજરીની રચના બાદ કરી અને એ હિસાબે હરિભદ્રસૂરિ . સ. ૮૦૦ પછી પણ વિદ્યમાન હતા એમ ફલિત થાય છે એટલે કે ઈ. સ. ૭૦૦થી ૭૭૦ સુધીને એમને જીવનકાલ ન માનતાં એ ઈ. સ. ૮૦૦ સુધી લંબાવવો પડે અને તેમ કરવા જતાં જે એમનું આયુષ્ય સિત્તેર વર્ષથી વધારે ન જ હોય તે ઈ. સ. ૭૦૦ને બદલે એમના જીવનની શરૂઆત થેડાંક વર્ષો મેડી થઈ એમ માનવું પડે.
હરિભદ્રસૂરિએ અનેક ગ્રંથ અને તેમાના કેટલાક તે ખૂબ જ મોટા રચ્યા છે એટલે એ સો વર્ષ જીવ્યા હોય તે નવાઈ નહિ. જો એમ જ હોય તો એમનો જીવનકાળ ઈ. સ. ૭૦૦ થી ૮૦૦ની આસપાસની મનાય, અને તેમ થતાં ન્યાયમંજરી જોઈ જવાનું એમને માટે શકય ઠરે.
મારે નમ્ર મત તે એ છે કે ષડ્રગ્સ નું ૨૦મું પદ્ય ન્યાયમંજરીમાથી જ ગૂંથી લેવાયું છે એમ માનવા માટે વિશેષ સબળ પ્રમાણ જોઈએ.
૧ “તથા રાફુ સ્તુતિપુ ગુરવ ” એવા ઉલ્લેખપૂર્વક અન્યાગનું ૩૦નું પદ્ય અહીં ઉદ્ધત કરાયું છે.