________________
સાહિત્યસેવા ] જીવન અને કવન
ર૩૯ મધ્યસ્થ ભાવના રાખી વિવિધ દર્શનના સમન્વય કરી સત્ય પ્રકાશિત કરવાની તીવ્ર અને ઉદાત્ત ભાવનાને આબેહૂબ ચિતાર ખડો કરે છે.
૧૩. મહાનિસીહના ઉદ્ધારમા હરિભસૂરિને પણ હાથ છે.
૧૪. હરિભસૂરિનું રચેલું મનાતું ધુત્તખાણ એ બ્રાહ્મણોનીપૌરાણિકોની ઉપલક દૃષ્ટિએ હાસ્યાસ્પદ જણાતી માન્યતાઓ ઉપર વિદપૂર્વક સચેટ ચાબખા મારવાની કળાને બેનમૂન નમૂન છે.
૧૫. હરિભસૂરિની સંસ્કૃતમાં સર્વાગે “આર્યા છેદમાં રચાયેલી કોઈ કૃતિ હોય તો તે છેડશક-પ્રકરણ છે.
૧૬. હરિભસૂરિએ પિતાની કૃતિઓ ઉપર, જૈન આગમાદિ ઉપર તેમ જ બૃદ્ધ ગ્રંથ ઉપર સ સકૃતમાં વિવરણો રચ્યા છે.
૧૭. જૈન આગમ ઉપર જે સંસ્કૃત ટીકાઓ આજે મળે છે તે પૂર્વે આવસ્મય જેવા ઉપર તે અન્યની ટીકા હતી એમ લાગે છે. એવી ટીકાને બાજુએ રાખતા એ કાર્યમાં પહેલ કરવાનું માન હરિભદ્રસૂરિને ફાળે જાય છે. ઉપલબ્ધ સંસ્કૃત ટીકાઓમા તે એમની જ ટીકા અગ્રિમ સ્થાને છે.
૧૮. આગમ ઉપર હરિભદ્રસૂરિએ ટીકા રચી છે ખરી, પરંતુ એ પૈકી એકે અંગ કે એકે છેયસુત્ત ઉપર ટીકા રચી જણાતી નથી. ઉવગ ઉપર અને મૂલસુત્ત અને બન્ને ચૂલિયાસુર ઉપર એમણે ટીકા રચી છે.
૧૯. ચાઇયવન્દણસુર (ચૈત્યવન્દનસૂત્ર) ઉપર સૌથી પ્રથમ વૃત્તિ કોઈની મળતી હોય તે તે હરિભદ્રસૂરિની છે.
૨૦. હરિભદ્રસૂરિએ એમની ચાર વૃત્તિઓનું નામ શિષ્યહિતા અને એકનું નામ શિષ્યાધિની રાખ્યું છે અને આવું નામ આપનાર તરીકે એઓ જૈન મુનિવરોમાં પ્રથમ હોય એમ લાગે છે.
૧ અણુએ ગદાર, આવાસય, ન્યાયપ્રવેશક અને પંચવઘુ એ ચાર કૃતિની વૃત્તિ પછી પ્રત્યેનું નામ શિષ્યહિતા છે.