________________
સાહિત્યસેવા ] જીવન અને કવન રથનંદિની નામની સંસ્કૃતમા ટીકા છે. આને અભ્યાસ કર્યા બાદ આ કૃતિ (અ.જ.પ.)નું પઠન કરાશે તો એ સુગમ થઈ પડશે. વળી આ કૃતિના અભ્યાસના પ્રવેશદ્વારની ગરજ સારે એવી એક અન્ય કૃતિ પણુ હરિભસૂરિએ રચી છે. એનું નામ અનેકાવાદપ્રવેશ છે અને એ નામ પણ આ અર્થનું દ્યોતન કરે છે.
અનેકાન્તવાદ ઉપર અવારનવાર ખૂબ જ પ્રહાર થતા હશે એમ લાગે છે; નહિ તે આ આચાર્યવયે એને અગે ચચ્ચાર સ્વતંત્ર કૃતિઓ રચે ખરા ? દુર્ભાગ્યે આ ચારે કૃતિઓ આજે મળતી નથી.
આ પ્રમાણુવાર્તિક એ પ્રમાણસમુચ્ચય ઉપરની ટીકા છે એમા છે અધિકારને બદલે પહેલા ત્રણ જ અધિકારોનું વિવરણ છે વળી એની પs વૃત્તિને પણ અજ.પ. (ખંડ ૧, પૃ. ૨૦૦ અને ખડ ૨, પૃ. ૫૯, ૧૬૨ અને ૨૧૮)માં “વાર્તિક” કહેલ છે.
આ પ્રમાણુવાર્તિકનું સંપાદન રાહુલ સાંકૃત્યાયને કર્યું છે આ વાર્તિક મને રથનદિની સહિત JBORSમાં નીચે મુજબ આઠ હસ્તે છપાવાયુ છે –
Vol XXIV, pt. 3 & pt. 4, Vol XXV, pt. 1, pt. 2 & pts. 3-4, Vol XXVI pt I, pt 2 & pt. 3.
અન્ય વિવરણાદિ માટે જુઓ અજ૫ (ખંડ ૨, પૃ ૨૮૯).
૧ આ ટીકા અ.જ.પ. અને ખાસ કરીને એની સ્વપજ્ઞ વ્યાખ્યા સમજવામાં ઘણી સહાયક થઈ પડે તેમ છે.
૨ આ કૃતિ ટિપ્પણક સહિત “હેમચન્દ્રાચાર્ય થાવલી”મા ઈસ. ૧૯૧૯માં પ્રકાશિત કરાઈ છે.
૩ આથી નીચે મુજબની કૃતિઓ અભિપ્રેત છે –
અજ-૫, અનેકન્તવાદપ્રવેશ, અનેકન્તસિદ્ધિ અને સ્યાદ્વાદકુચેઘપરિહાર.