________________
૩૪૬
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
આ પ્રમાણે જે સમય આધુનિક વિદ્વાને સૂચવે છે તે બ્રાંત ન જ હોય તો હરિભદ્રસૂરિનો જીવનકાલ ઇ. સ. ૭૦૦થી પહેલા માની ન જ શકાય. આ જીવનકાલ લગભગ સો વર્ષને હોય તો ના નહિ. એ હિસાબે એઓ ઈ. સ. ૮૦૦ની આસપાસમાં સ્વર્ગ સંચર્યા હશે. આ પ્રમાણેની ઉત્તર અવધિ મનાય તે પણ આ સરિરત્ન લગભગ બાર સદીઓ પૂર્વે થયા છે એ વાત તે નિર્વિવાદ કરે છે. પ્રાચીન પરંપરાને જ પ્રમાણભૂત માનનારા અને ધમકીર્તિ વગેરેના સમય પરત્વે શંકા સેવનારને મતે એઓ એથી પણ બેત્રણ સદી પૂર્વે થયેલા ગણાય.
ઉપસંહાર-જૈન શાસનના સાચા અને સમર્થ સેનાની હરિભદ્રસૂરિ વિષે સમય અને સાધન અનુસાર મેં કેટલીક વાનગીઓ પીરસી છે તેમ કરતાં મારે હાથે જે ન્યૂનતા રહેવા પામી હોય તેનું પ્રમાણ નિરાકરણ કરવા વિશેષજ્ઞોને હુ સાદર વિનવુ છુ અંતમાં “શ્રીસયાજી સાહિત્યમાલામા આ કૃતિ પ્રકાશિત થતા તેને લાભ લેવા હું ગુજરાતી જનતાને સરનેહ નિમંત્રણ આપું છું.