________________
૧૫૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
પદ્યોમા રચાયેલી કૃતિ છે. કર્તાએ આને કોઈ વિભાગોમાં વિભક્ત કરી હોય એમ જણાતું નથી, જોકે આની એક આવૃત્તિમા એ આઠ સ્તબકોમાં વિભક્ત કરાઈ છે, અને એના ટીકાકાર યશોવિજયગણિએ એના અગિયાર વિભાગે પાડ્યા છે
વિષય–આ કુતિમા અજૈન દર્શનના મંતવ્યોની આલોચના છે. એના નિરસન બાદ એનો સમન્વય સાધવાને ઉત્તમ પ્રયાસ કરાય છે. આનદની વાત તો એ છે કે જે અજૈન ગ્રંથકારના વિચારોનું ખંડન કરાયું છે તેમને માનભેર ઉલ્લેખ કરાયો છે. આ ઉપરથી ગ્રંથકારની સર્વધર્મ સમભાવની મનોરમ ભાવના ઝળકી ઊઠી છે.
પ્રસ્તુત કૃતિના વિષયેની આછી રૂપરેખા વિષે આટલું સૂચન કરી વિશેષ માટે આત્માના અરિતત્વની સિદ્ધિ, જૈન દષ્ટિએ અહિંસાનું મંડન અને વેદવિહિત હિંસાનું ખંડન, પાંચ કારણોના ઉલ્લેખ પૂર્વકને કારણુવાદ, દ્રવ્ય અને સતને અંગેનું જૈન મતવ્ય, મુક્તિનું સ્વરૂપ તેમ જ બ્રહ્માતવાદ વગેરેનું નિરસન ઈત્યાદિ વિષયો નોધવા. બસ થશે. અદ્વૈતમીમાસાનો સમન્વય શ્લો. ૫૪૩ અને એ પછીના પોમા છે. ગ્લો. ૫૪૩-૫પર વેદાંતને લગતા છે એવા ઉલ્લેખપૂર્વક એ પદનસમુચયની ત, ૨, દી, સહિતની આવૃત્તિના અંતમાં અપાયા છે. - ઉદ્ધરણું–શા, વા, સ.માં કેટલાક પઘો અન્ય ગ્રંથોમાથી ઉઠ્ઠત કરી વણી લેવાયા છે. દા. ત. શ્લો. ૨૬૯, ૨૭૦, ૬૮૪ ને ૬૦૫ એ. ધર્મકીર્તિકૃત પ્રમાણુવાર્તિકમાથી, ગ્લો. ૬૩ તત્વાર્થસૂત્ર (અ. ૧૦, ર. ૭)ના ભાષ્ય(ભા. ૨, પૃ. ૩૧૯)માંથી અને ગ્લો. ૨૯૬
૧ આ વિષય ધમસંગહ વગેરેમાં ચર્ચાય છે. ૨ આ વિષય અન્યત્ર ચર્ચા છે. જુઓ પૃ. ૧૩૬, ૧૪૩ અને ૧૪પ.