________________
હરિભદ્રસુરિ - ' ઉત્તર ખંડ અતિશઅજપની રેપન વ્યાખ્યામાં અનેકાન્તસિદ્ધિ, આત્મસિદ્ધિ, સર્વજ્ઞાસિદ્ધિ અને એની ટીકા તેમ જ પસ્યાદ્વાદક્યાઘપરિહારને નિર્દેશ છે. સર્વસિદ્ધિમાં ભાવનાસિદ્ધિને નિર્દેશ છે. એ હિસાબે આ તમામ અતિદિષ્ટ કૃતિઓ કરતાં વ્યાખ્યા પછીથી રચાઈ છે એમ અનુમનાય. લલિતવિસ્તર (પત્ર ૭૫૮)મા “અન્યત્ર” ધ ર અજ૫નું સૂચન છે એમ એની પંજિકામા મુનિચન્દ્રસૂરિએ કહ્યું છે. - વિવરણ યાને વૃત્તિ-ટિપ્પણ–આજ ૫. અને એની
પણ વ્યાખ્યાને ઉદ્દેશીને વાદી દેવસૂરિના ગુરુ મુનિચન્દ્રસૂરિએ સંસ્કૃતમાં બે હજાર શ્લોક જેવડું વિવરણ યાને વૃત્તિ-ટિપણુક રચ્યું છે. આ ટિપ્પણુક એટલે કંઈ વ્યાખ્યાના દરેક અંશનું વિશદીકરણ એમ નહિ; એ તે વ્યાખ્યાના ઘણાખરાં દુર્બોધ સ્થળો ઉપર પ્રકાશ પાડે છે, કેમકે કેટલીક વાર ટિપણુકકાર સંપ્રદાયને અભાવ હોવાથી સ્પષ્ટીકરણ શક્ય નથી એમ કહે છે.
ટિપ્પણુકમાં કેટલાક ન્યાયને પણ નિર્દેશ છે. એમાં દાસી – ગર્દભ ન્યાયનો જે ઉલેખ છે તે નોંધપાત્ર છે. ટિપ્પણકમાં મૂળ લેખકને સૂત્રકાર અને વ્યાખ્યાને દ્રવૃત્તિ કહેલ છે. આને લઈને
૧ જુઓ અ.જ.પ. (ખડ ૧, પૃ. ૨૬૩). ૨ એજન (ખંડ ૨, પૃ. ૨૧૮). ૩ એજન (ખંડ ૨, પૃ. ૪૯). ૪ અજન (ખડ ૧, પૃ.૬ અને ૧૧૬) ૫ એજન (ખડ ૧, પૃ. ૨૯૬). ૬ એજન (ખંડ ૨, પૃ. ૧૭૮) ૭ એજન (ખડ ૧, પૃ. ૩૮). ૮ એજન (ખડ ૧, પૃ. ૫).