________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
રય
સાથે મળે છે. પત્ર ૧૧અમાના નીચે મુજબના બે અવતરણો આવકની કેમ વ્યવસ્થા કરવી તે ઉપર પ્રકાશ પાડે છે –
" पादमायान्निधिं कुर्यात् पादं वित्ताय वर्धयेत् । धर्मोपभोगयो. पादं पादं भर्तव्यपोषणे ।। आयाद नियुञ्जीत धर्मे यद्वाऽधिकं तत । शेषेण,शेषं कुर्वीत यत्नतस्तुच्छमैहिकम् ॥"
અર્થાત આવકને ચોથે ભાગ સ ગ્રહી રાખો–ભંડારી રાખો, બીજે ચોથે ભાગ પૈસા વધે તેમ વાપરવો, ત્રીજો ચોથો ભાગ ધર્મ અને ઉપભોગમા ખર્ચ અને છેલ્લે ચોથો ભાગ આશ્રિતના પોષણ માટે વાપર. આવકને અડધે કે એથી અધિક ભાગ ધર્મમાં વાપર; બાકીના વડે તુચ્છ ઐહિક શેપ કરવું.
અવરિ–પંચસુરંગ ઉપર એક મુનિસુદરસૂરિએ રચેલી અને બીજી કોઈકે રચેલી અવસૂરિ છે. એ અવચૂરિઓ આ વ્યાખ્યાને આધારે જાઈ છે કે કેમ તે તપાસાવું ઘટે.
ટિપ્પણુ–પંચમુત્તગ ઉપર આગમો દ્ધારકે સંસ્કૃતમા ટિપ્પણ રચ્યું છે પરંતુ એ અપૂર્ણ છે.
ભાષાંતર–મૂળના ગુજરાતીમા તેમ જ અંગ્રેજીમાં ભાષાતર થયેલા છે.
(૧૦૭) પ્રશમરતિટીકા ઉમાસ્વાતિએ પ્રશમરતિ સંસ્કૃતમાં રચી છે. એમા ૩૧૩ પદ્યો છે. આને એ. બેલિનીએ ઈટાલિયન ભાષામાં અનુવાદ કર્યો છે. આ
૧ આ બને પદ્યો કંઈક પાઠભેદપૂર્વક અવતરણરૂપે ધર્મબિન્દુ (અ. ૧, સૂ. ૨૫)ની મુનિચન્દ્રસૂરિકૃત ટીકા (પત્ર ૮આ)માં “નીતિશાસ્ત્ર”માકહ્યું છે એવા ઉલ્લેખપૂર્વક અપાયા છે
૨ જુઓ પૃ ૨૨૩, ટિ. ૩. હ ૧૫