________________
૨૯૬
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
પૃ. ૨૨)માં નીચે મુજબનું પદ્ય હરિભદ્રસૂરિએ રજૂ કર્યું છે –
""कारणमेव तदन्त्यं नित्यः सूक्ष्मस्तु भवति परमाणुः ।
પરસવો દિલ. વા%િ ” તસૂ૦ (અ. ૫, સૂ.૨૫)ના ભાષ્ય (ભા. ૧, પૃ. ૩૬૫)માં આ પદ્ય ઉદ્દત કરાયું છે. એ જોતા તે એ ઉમાસ્વાતિની–ભાષ્યકારની પહેલાંની કોઈ કૃતિનું હોવું જોઈએ.
(૨૧) પતંજલિ = ભગવતપતંજલિ એ સ. (લે. ૧૬)ની સ્વપજ્ઞ વૃત્તિ (પત્ર અ)માં “ભગવતપતંજલિને નિર્દેશ છે. પ્રસ્તુત અધિકાર જોતા આ પતંજલિ તે યેગસૂત્રના પ્રણેતા જ છે. જે આ મહાભાષ્યના પણ કર્તા હોય જ તે એમને સમય ઈ. સ. પૂર્વેની બીજી સદી મનાય.
મહાભાષ્યના કર્તા પતંજલિના નામ પર ઉપર્યુકત ગસૂત્ર ઉપરાંત ચરક, નિદાનસૂત્ર, પરમાર્થસાર અને દસૂત્ર એ ચાર ગ્રંથને પણ કેટલાક ઉલ્લેખ કરે છે.
કે. માધવકૃષ્ણ શર્માએ “Pataૉjali and his relation to some authors and works” નામના લેખમાં એવું પ્રતિપાદન કર્યું છે કે મહાભાષ્યકાર એ પરમાર્થસાર અને છંદસૂત્રના પ્રણેતા નથી. આનું એક કારણ એમણે એ દર્શાવ્યું છે કે મહાભાષ્ય અને પરમાર્થસાર ભિન્ન ભિન્ન મતને પિષે છે. બીજી
૧ આનાં કેટલાંક સૂત્રો અને ભાષ્યનું તત્સવ અને એના ભાષ્ય સાથે મેં સંતુલન કર્યું છે. જુઓ તસૂ૦ (ભા. ૨)ની મારી સંસ્કૃત પ્રસ્તાવના (પૃ. ૨૮–૩૦).
૨ આ લેખ “The Indian Culture” (Vol. XI, No. 2, Oct.-Dec. 1944)માં છપાયે છે.