________________
૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
મૂળ–અજ.પની રચના ક્યા ગ્રંથને આધારે થઈ છે તે બાબત વિષે હરિભદ્રસૂરિએ કે મુનિચન્દ્રસૂરિએ કશું કહ્યું નથી. એકાન્તવાદના નિરસનરૂપે હરિભદ્રસૂરિની પૂર્વે થયેલા વિબુધવરેએ કૃતિઓ રચી છે એમ હરિભદ્રસૂરિ તે કહે છે અને વાત ખરી છે, કેમકે આ વિષય તે કંઈ નહિ તે છેક મહાવીરસ્વામીના સમયથી ચર્ચા આવ્યો છે. તેમ છતા સિદ્ધસેન દિવાકરકૃત સમ્મઈપયરણને ત્રીજો–છેલે કડ (કાડ) અજ૫ની રચનાના મૂળરૂપ હોય એમ લાગે છે.
પ્રણેતા–અંતમાં અપાયેલી પુમ્પિક પ્રમાણે અજ૫. એ શ્વેત ભિક્ષ હરિભદ્રાચાર્યની કૃતિ છે. આવસ્મયની લઘુવૃત્તિની પુપિકા પણ આની પેઠે પ્રણેતાનું નામ પૂરું પાડે છે. શાવાસના ઉપાય (૬૯૯મા) પદ્યમા કર્તાએ પિતાનું નામ આપ્યું છે.
શૈલી–અ.જ.૫, અને એની પણ વ્યાખ્યા સરળ સંસ્કૃત ભાષામાં વૈયાકરણને શોભે એમ સંક્ષેપમાં રચાઈ છે. વિચારસરણું સ્પષ્ટ અને તર્કબદ્ધ છે. કેટલીક વાર હેતુઓની શૃંખલા નજરે પડે છે. વિષયને વિશદ બનાવવા માટે ઉદાહરણ અપાયા છે અને ન્યાયને. નિર્દેશ કરાયો છે. આમ ન્યાયે વાપરનાર જૈન ગ્રંથકારામાં એએપ સૌથી પ્રથમ હોય એમ લાગે છે. પ્રસંગોના ઉત્થાન તેમ જ પૂર્ણાહુતિની સમાનતાને લઈને કેટલીક વાર સમાન શબ્દ–ગુરષ્ઠને પ્રયાગ કરાયો. છે. પ્રારંભમા ને અંતમા પદ્ય છે તેમ કોઈ કોઈ વાર વચ્ચે પણ છે, પરંતુ મોટે ભાગે એ અવતરણરૂપ છે.
ઉલલેખ—સિદ્ધહેમચન્દ્ર (૨-૨-૮૭)ની સ્વપજ્ઞ બ્રહવૃત્તિ (પૃ. ૧૫૭)મા “સાવી રવવવાન્તનયાતાયાઃ તિરાવીહરિમાજામિન વા” એવો ઉલ્લેખ છે.
વ્યાખ્યા ઇત્યાદિ–અજ૫. ઉપર હરિભદ્રસૂરિએ જે સંસ્કૃતમાં વ્યાખ્યા રચી છે તેને અનેકાન્તજયપતાકેદ્યોતદીપિકા