________________
૨૪૭
સમીક્ષા ] જીવન અને કવન
(૨-૩) ૧પ્રિયદર્શન અને વાસવદત્તા આવસ્મયના ઉપરની ઉપલબ્ધ શિષ્યહિતા નામની ટીકા (પત્ર ૧૦૭૮)મા નિર્દેશ-દ્વાર સમજાવતા હરિભદ્રસૂરિએ પ્રિયદશના અને વાસવદત્તાને ઉલ્લેખ કર્યો છે. આ પ્રિયદર્શના એ નાગાનન્દ અને રત્નાવલીના કર્તા હર્ષની કૃતિ છે. હર્ષ એ “સ્થાનેશ્વર અને રાજા હતો. એનું મૃત્યુ ઈ. સ. ૬૪૮માં થયું હતું. સ્વ. કેશવ હર્ષદ ધ્રુવે પ્રિયદશના વિયવનની કન્યા કિંવા પ્રિયદર્શના એ નામથી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. એની પ્રસ્તાવના (પૃ. ૭૬, ટિ. )માં એમણે પ્રિયદર્શનાને રચનાસમય ઇ. સ. ૬૧૮ની આસપાસને દર્શાવ્યો છે. પ્રિયદર્શન અને રત્નાવલી એ બે નાટિકાઓને ભગિની (sister-plays) તરીકે વિદ્વાને ઓળખાવે છે. - જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેસા (ગા. ૧૫૦૮)મા નિર્દેશદ્વાર સમજાવતી વેળા વાસવદત્તા અને તરંગવાઈ (સં. તરંગવતી)ને ઉલ્લેખ કર્યો છે. એથી પ્રશ્ન ફુરે છે કે શું પ્રિયદનાની રચના આ ક્ષમાશ્રમણના જીવનકાળ દરમ્યાન નહિ થઈ હશે કે જેથી એમણે એનો ઉલ્લેખ ન કર્યો ? - હર્ષની કૃતિને કેટલાક પ્રિયદના ન કહેતા પ્રિયદર્શિકા કહે છે. પણ ખરું નામ પ્રિયદર્શના જ છે એમ જે કેટલાક વિદ્વાને માને છે તે વાતને હુ સંમત છું.
૧ પ્રા એન જી સુરુ દ્વારા આ નામથી સપાદિત આ કૃતિ છપાવાઈ છે. ૨ આ અનુવાદ કેશવ હર્ષદ ધ્રુવે છપાવ્યું છે
૩ કોટડ્યાચાર્યની વૃત્તિવાળી વિશેસાની આવૃત્તિમાં આને ક્રમાંક ૧૫૧૬ છે