________________
૨૮૪
હરિભદ્રસુરિ
[ ઉપખંડ
ગાળ્યો. હતો એમણે “કલિંગ’મા મઠ થાયે હતો. એમાં એમનું અવસાન એમના શિષ્યોની હાજરીમાં થયું હતુ.
જેમ દિનાગને એમના જીવન દરમ્યાન એમની કૃતિઓને પૂરતો વેગ અને આદર મળે તેવો પ્રબંધ કરનાર કોઈ શિષ્ય ન મળ્યો, પરંતુ આગળ ઉપર ધમકીર્તિઓ જેમ એ કાર્ય કર્યું તેમ ધમકીતિને પણ એમના જીવન દરમ્યાન એમની કૃતિઓને સમુચિત રીતે રજૂ કરનાર કોઈ શિષ્ય ન મળ્યો, પરંતુ એમના અવસાન બાદ ધર્મોત્તરે એમનું ગૌરવ વધે તેમ આ કાર્ય કર્યું.
સમય—ધર્મકાતિના સમય વિષે ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે –
(૧) ડો. વિદ્યાભૂષણ એમને સમય ઇ. સ. ૬૩૫–૬૫૦ને દર્શાવે છે
(૨) વાદન્યાયની પ્રસ્તાવનામાં શ્રી. રાહુલ એમને સમય ઈ.સ. ૬ર૫ કરતા કંઈક વહેલે હેવાનું સૂચવે છે. આ સમય તે એમને પ્રવૃત્તિ-સમય છે.
(૩) અકલંકગ્રંથાત્રયની પ્રસ્તાવના (પૃ. ૧૮-૨૩)માં પં. મહેન્દ્રકુમારે ધમકીર્તિના સમય વિષે વિચાર કરી એમ કહ્યું છે કે એ ઇ. સ૬૨૦થી ૬૯૦ના ગાળામાં થઈ ગયા છે.
(૪) શ્રી. ભગવદ્ દત્તના કથન મુજબ ધર્મકતિ ઈ. સ. ૬૦૦ પલાં થઈ ગયા છે.
(૫) પ્રો. કે. હ. ધ્રુવના મતે ધર્મકીર્તિ ઈ. સ. ૪૫૦મા વિદ્યમાન હતા.
(૬) કલ્યાણવિજયજીનું માનવું એ છે કે ધર્મકતિ ઈ. સ. ૩૪૯હ્મા, દિન્નાગ ઈ. સ. ૩૨૦માં, વસુબંધુ ઈ. સ. ૨૬૦–૩૪૦મા અને અસંગ ઈ. સ. ૨૫૦-૩૦૦માં થઈ ગયા.