________________
ર૭૮
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
આલંબન–પરીક્ષા–આ આઠ પાની કૃતિ છે. એનું યમગુચિ (Yamaguchi)એ સંપાદન ક્યું છે આલંબન-પરીક્ષા ઉપર પણ વૃત્તિ છે અને ધર્મપાલની ટીકા છે.
આ મૂળ તેમ જ એની આ વૃત્તિમાથી બ્રહ્મસૂત્ર (૨–૨–૨૮) ઉપરના શાંકર-ભાષ્યમાં તેમ જ તત્ત્વસંગ્રહની પંજિકા (પૃ. પ૮રમા અવતરણે અપાયા છે.
ન્યાયપ્રવેશ–ન્યાયપ્રવેશક તે જ આ ન્યાયપ્રવેશ છે એમ મારું માનવું છે, અને એ જે સાચું જ હોય તે આ સંબંધમાં જે ન્યાયપ્રવેશ માટે પૃ. ૨૨૮–૨૨૯માં મેં કહ્યું છે તે આને લાગુ પડે છે. પં. વિધુશેખર ન્યાયપ્રવેશને જ ન્યાયકાર માને છે પરંતુ ડો. સિ એ વાતને ગલત ગણે છે.
પ્રમાણશાસન્યાયપ્રવેશ—કેટલાકને મતે આ જ ન્યાયપ્રવેશ છે.
ન્યાયમુખ–ડૉ. સિએ ન્યાયમુખના ચીની અનુવાદ ઉપરથી એનું મૂળ ઈ. સ. ૧૯૩૦માં ઉપસ્થિત કર્યું હતું. ન્યાયદ્વાર એ જ ન્યાયમુખ હશે. ન્યાયદ્વાર એ દિડુનાગની કૃતિ છે એમ મારું માનવું થાય છે.
૧ આ Journal Asiatiqueમાં ઇ. સ. ૧૯૨૯માં પ્રકાશિત કરાયુ છે “ધ અડિયાર લાઈબ્રેરી સિરીઝ”મા આ મૂળ એની પણ વૃત્તિ તેમ જ ધર્મપાલની ટીકા સહિત નવેસરથી છપાવાયુ છે
૨ આ છપાવાયેલી છે. જુઓ ટિ ૧ ૩ આ પ્રસિદ્ધ થયેલી છે જુઓ ટિ. ૧
૮ આ લેસર (Wallaser)ના “Materials” નામની પ્રાથમાલામાં પ્રકારિત કરાયુ છે