________________
૩૪
હરિભદ્રસૂરિ
{ ઉપખંડ
(કથન) કરાય છે. આ પણ ત્રિએ જ અને તે પણ સાધુઓમા, અર્થાત્ સભામા કે સંધ સમક્ષ કર્પણ કરવાનું એ સમયે ન હતું. આથી પ્રશ્ન ઉદ્ભવે છે કે પ સવણક૫ રથળે સ્થળે સભાની સમક્ષ વાંચવાનુ કોણે કયારથી શરૂ કર્યું?
એમ જણાય છે કે નિસીહની યુણિની રચના પહેલાં અર્થાત એના કર્તા જિનદાસગણિ મહારના સમય પૂર્વે પ સવણાકપ આનંદપુર” નગરમાં મૂળ ચૈત્યમાં સર્વ જનોની સમક્ષ વંચાતું હતું, અને બીજે બધે સાધુઓ રાત્રે સમુદાયની અંદર મોટેથી કહેતા હતા. પરંતુ અવરથાનરૂપ પર્યુષણમાં પાચ દિવસ અગાઉના (પહેલાના)પાચ રાત્રિ અગાઉના કર્ષણને માટે ઉલલેખ છે.
ઉપર્યુક્ત ભોગકાળ અને કર્ષણની બાબતેને અંગે જે પ્રશ્નો ફુરે છે તે પ્રત્યે હુ વિશેષજ્ઞોનું સાદર લક્ષ્ય ખેચું છું, કેમકે આગમોદ્ધારકનું કહેવું એ હતુ કે આ પ્રશ્નના ઉકેલથી હરિભદ્રસૂરિના સમયનિર્ણય ઉપર પ્રકાશ પડે તેમ છે.
પાય ઉલ્લેખ—કેટલેક સ્થળે નીચે મુજબનું પાય પદ્ય જેવાય છૅઃ
" पणपण्णवारसए हरिभद्दो सूरि आसि पुव्वकए।
तेरसयवीसअहिए वरिसेहिं बप्पभट्टपहू ॥१ આ ઉપરથી એ ફલિત થાય છે કે હરિભદ્રસૂરિ વીરસંવત ૧૨૫૫માં એટલે કે ઈ. સ. ૭૨૮માં કાલધર્મ પામ્યા. એ વખતે જે એમની વય લગભગ પોણોસો વર્ષની હોય તે એમનો સમય આશરે ઈ. સ. ૬૫૦ થી ઈ. સ. ૭૨.૮ને ગણાય.
૧ આ પદ્ય પટ્ટાવલી સમુચચ (ભા. ૧, પૃ. ૧૯૬)માં અશુદ્ધ છે. વિશેષમાં એમાં પાઠભેદ છે પરંતુ એ બાધક નથી