________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૨૦૯
વચમાં પહોળું જાણવું. ચાર આગળ લાબું અને ગોળ આકારવાળું પુસ્તક અથવા ચાર આંગળ લાબુ અને ચોરસ આકારનું પુસ્તક તે
મુષ્ટિ –પુસ્તક જાણવું જે પુસ્તકની ઉપર અને નીચે બે ફલક યાને પાટિયાં હોય કે જેના પૂઠા સંપુટની જેમ જોડીને રાખ્યા હોય તે સંપુટ–ફલક પુસ્તક કહેવાય છે. જેના પાના પાતળા હોય અને જે ઊંચું હોય તેને વિબુધો “સૃપાટિ'-પુસ્તક કહે છે. અથવા જે લાબું કે ટૂંકું હોય અને એ ડુંક પહોળું એટલે કે લંબાઈ કરતા પહોળાઈમાં ઓછુ હોય તેને સિદ્ધાંત “સૃપાટિ'-પુસ્તક કહે છે
આમ પરિમાણ અને આકારને લક્ષીને પુસ્તકના પાચ પ્રકાર, દર્શાવાયા છે, જ્યારે આજે તે લખવાની ઢબ અનુસાર સૂડ, ત્રિપાટ(ઠ) અને ૫ ચપાટ(5) એવા નામે પ્રચલિત છે.
(૫૭-૫૮ ) દશવૈકાલિક(સૂત્ર)લઘુવૃત્તિ દસયાલિય ઉપર જે બે ટીકા હોવાનું મનાય છે તે પૈકી આ લઘુ ટીકા છે આ જે ટીકા છપાયેલી છે તેથી નાની હોવી જોઈએ પ. હરગવિદાસે આને (તેમ જ બૃહત્તિને) મુદ્રિત કહી છે એ વિચારય છે. એમણે આને “અવચૂરિ' તરીકે પણ નિર્દેશ કર્યો છે
૧ પ્રાચીન ભંડારમાં મળી આવતા ગુટકા અને આજની રજનિશી (વાસરિકા) સાથે આ સરખાવાય જુઓ સન્મતિ પ્રકરણની પ્રસ્તાવના પૃ. ૫).
૨ આજે જે પુસ્તક બાધેલાં આપણે જોઈએ છીએ તેના જેવું આ પુસ્તક કદાચ હશે. એજન, ૬
૩ “સૃપાટિ”નો અર્થ “ચા” કરાય છે “સુપાટી ને અર્થ એક જાતનું માપ થાય છે
જ પ૦ ભાવ ચં સૂત્ર (વિ ૧, પૃ ૮૬)માં આ નામની હારિભદ્રીય કૃતિની નેધ છે શું એ મુદ્રિત ટીકાથી ભિન્ન છે ખરી ? હ ૧૪