________________
જીવનરેખા ]
જીવન અને કવન
કપ
રહસ્યપુસ્તકની પ્રાપ્તિ અને અદ્દભુત સ્તંભમાં સ્થાપના-ચ. પ્ર. (પૃ. ૫૦)માં કહ્યું છે કે દેવતાઓ પાસેથી હરિભદ્રસૂરિને રહસ્યપુસ્તકો મળ્યા હતા. તેમણે એ પુસ્તકો દિગબર આચાર્ય ઉપર વિજય પ્રાપ્ત થતા જે ચોર્યાશી મટે છેડાયા હતા. તેના “ચૌરાસી’ (ચોર્યાસી) નામના પ્રાસાદના સ્ત ભમા આદરપૂર્વક મૂક્યા. આ સ્તંભ વિવિધ ઔષધિઓ વડે એવો બનાવાયું હતું કે એના ઉપર જળનું કે અગ્નિનુ કંઈ જેર ચાલે નહિ.
પુ, પ્ર, સં. (પૃ. ૧૦૪) પ્રમાણે તે હરિભદ્રસૂરિએ રચેલા ગ્રંથે એક વણિકે સુયપ ઉપર સુવર્ણાક્ષરે લખાવ્યા હતા અને તે ‘ચિત્રકૂટ” ઉપરના પ્રાસાદમાં ઔષધિઓ મેળવીને બનાવેલા સ્તંભમાં મૂક્યા હતા. આ સ્તંભ પાણી વડે ગળે (ભીંજાય) તેમ ન હતું, છેદાય તેમ ન હતો કે અગ્નિ વડે બાળી શકાય તેમ ન હતો.
કલિકાલસર્વજ્ઞ નું બિરુદ–ચ, પ્ર, (પૃ. ૫૦) પ્રમાણે હરિભદ્રસૂરિને “કલિકાલસર્વજ્ઞ નું બિરુદ મળ્યું હતું.
આરાધના અને અનશન–પ્ર. ચ. (પૃ. ૭૫, ૨૨૦રર૧)મા સૂચવાયુ છે કે શ્રુતજ્ઞાનના બળે પિતાને અંતસમય નજીક આવેલે જાણુ હરિભદ્રસૂરિ પિતાના ગુરુ પાસે ગયા શિષ્યના વિરહનું દુ ખ ભૂલી જઈએમણ નિર્મળ અનશન અંગીકાર કર્યું.
સ્વર્ગવાસ–પ્ર, ચ, (પૃ. ૭૫, શ્લે. રર૧)માં કહ્યું છે કે હરિભદ્રસૂરિ અંતે સ્વર્ગના સુખના અધિકારી બન્યા.
હરિભકામક મુનિવરો—આપણા ચરિત્રનાયકના નામરાશિ અનેક “હરિભક” અત્યાર સુધીમાં થઈ ગયા છે. એમની પૂર્વે થઈ ગયેલા સૂરિઓ-મુનિઓ વિષે અદ્યાપિ કશુ જાણવા મળ્યું નથી, પર તુ એમના ઉત્તરકાલીન સૂરિઓ પૈકી જેઓ નોધપાત્ર જણાય છે તેમને વિષે કેટલીક માહિતી મળતી હોવાથી હુ થોડુ ક કહું છું.