________________
સાહિત્યસેવા |
જીવન અને કવન
૨૧૭
(૪) તિલોકમાં ક્ષેત્રોની પરિધિ વગેરેનું માપ સૂચવનાર કેટલાક સૂત્રો કૃત્રિમ છે એમ બંને ટીકાકારોએ કહ્યું છે, પરંતુ એ માટે શબ્દોની સમાનતા છે.
(૫) અત્તરદ્વીપને લગતુ ભાષ્ય વિદગ્ધને હાથે સર્વત્ર નાશ પાયાની વાત બંનેને સ મત છે.
(૬) હરિભદ્રસૂરિએ “વીર પ્રણમ્યથી જે મંગલાચરણ કર્યું છે તેનાથી જ કારિકાઓની વ્યાખ્યા દેવગુપ્તસૂરિએ શરૂ કરી. એ જ વ્યાખ્યા સિદ્ધસેનગણિએ પોતાની ટીકાના પ્રારંભમાં સ્વીકારી છે.
(૭) પ્રસ્તુત પ્રારંભ તે “અક્ષરગમનિકા” પૂરતો જ છે એ જે ઉલ્લેખ અનેક સ્થળોમાં છે તે જ ઉલ્લેખ આવસ્મયના વિવરણ વગેરેમા હરિભદ્રસૂરિએ કર્યો છે.
(૮) જેમ હરિભદ્રસૂરિએ અષ્ટક-પ્રકરણમાં તેમ જ લલિતવિસ્તરા નામની વ્યાખ્યામાં જિનેશ્વરની “વરબોધિની પ્રાપ્તિનું પ્રરૂપણ કર્યું છે તેમ અહી “ઃ ગુમસેવન ” એ આર્યા (૧૧મી કારિકા)ની ટીકામાં કર્યું છે
(૯) અન્યત્ર–અનેક સ્થળમાં આ સંબધમા વિવેચન કર્યું છે અને અન્યત્ર નિર્ણય કર્યો છે એ જાતના અતિદેશે (ભલામણો) સૂચવે છે કે વૃત્તિકાર હરિભદ્રસૂરિએ અનેક અગાધ ગ્રંથ રચ્યા છે
(૧૦) અo રમા જીવના ભેદના અધિકારમા પ્રાભૂતકારના નામે જે બે ગાથા ઉદ્ધત કરી છે તે અધુનાતન ગ્ર માં ઉપલબ્ધ નથી તેમ જ એ ગાથાવાળો મૂળ ગ્રંથ પણ મળતો નથી
આ દસ કારણોમાથી ૧, ૩, ૭ અને ૮ સબળ છે અને બીજાં કારણ તે આભાસમાત્ર છે એમ ૫. સુખલાલે કહ્યું છે ?
૧ જુએ ઉપક્રમ (પત્ર ૧૬)
૨ જુઓ ગુજરાતી વ્યાખ્યા સહિત તવાર્થસૂત્રને પરિચય (પૃ ૧૬, દ્વિતીય આવૃતિ).