________________
૧૫૬
હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ માં નિયાયિક, લે. ૩ર-૪૩મા સાખ્ય, શ્લે ૪૩–૫૮માં જૈન અને લે. ૫૯-૬૦મા વૈશેષિક દર્શનને પરિચય અપાય છે. લે. ૭૮-૭૯મા છ દર્શન તરીકે શેને શેને ગણવો એ વાત વિચારાઈ છે. છેલ્લા શ્લોકના ઉત્તરાર્ધમા કર્તાએ વાચકવર્ગને ઉપદેશ આપે છે.
. ૧૧મા બૌદ્ધ ન્યાય અનુસાર હેતુના ત્રણ લક્ષણ દર્શાવતી વેળા પક્ષધર્મનો ઉલ્લેખ છે આ ભાવદર્શક શબ્દ-પ્રયાગ પ્રમાણુવાર્તિક (લો. ૩)મા અને ન્યાયપ્રવેશક (પૃ. ૧)માં લેવાય છે એટલે જિનવિજ્યજીનું કથન વિચારણીય ઠરે છે
સામ્ય–કલે. પ-૮ જિનસેનના આદિપુરાણ (પર્વ ૫)માં લે. ૪૨-૪૫ રૂપે ક્રમસર જોવાય છે. આથી એમ લાગે છે કે આ કઈ પ્રાચીન બૌદ્ધ કૃતિમાથી ઉદ્દત કરાયા હશે.
લે ર૦ને પૂર્વાધ તેમ જ ઉત્તરાર્ધ જયન્તભટ્ટની ન્યાયમંજરી (પૃ. ૧૨૯)માના બે પદ્યોના ઉત્તરાર્ધ સાથે સર્વથા મળતા આવે છે આ બે પદ્યોના પૂર્વાર્ધ પર્દશનસમુચ્ચયમાં નથી તે શું આ બે પદ્ય કોઈક અન્ય પ્રાચીન કૃતિના હશે ?
શ્લે. ૭૨ શાંતરક્ષિતના તત્ત્વસંગ્રહ ઉપરની કમલશીલકૃત પંજિકા (પૃ. ૪૫૦)ગત પદ્ય સાથે લગભગ સામ્ય ધરાવે છે. શું આ પદ્ય કોઈ જૈમિનીય દર્શનની પ્રાચીન કૃતિનું હશે ? આ ૭રમુ પદ્ય ન્યાવકુમુદચન્દ્ર (પૃ. ૫૦૫)માં અવતરણરૂપે નજરે પડે છે.
વિવરણાત્મક સાહિત્ય-આ નીચે મુજબ છે –
૧ આ મહાપુરાણનો પૂર્વાધ છે એ ઉત્તરાર્ધ સહિત “સ્યાદ્વાદગ્ર થમાલા”માં ઇન્દોરથી વિ સ. ૧૯૭૩-૭૫માં છપાયો છે.
૨ આ મહોપાધ્યાય ગગાધરરાસ્ત્રી દ્વારા સંપાદિત થઈ “વિઝિયાનગરમ સસ્કૃત સિરીઝમાં છપાયુ છે
૩-૪ આ બને “ગા પ ગ ”માં છપાયેલ છે