________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૬૫.
- તરીકે એ ઉપરના મુનિચન્દ્રસૂરિકત વિવરણની–વૃત્તિપિકની
પુપિકામા ઓળખાવાઈ છે.૧ ૮૨૫૦ લેક જેવડી આ વ્યાખ્યામાં વચ્ચેવચ્ચે કેટલીક વાર પદ્ય છે અને એ તે મોટે ભાગે અવતરણે છે એટલે એકંદર રીતે વિચારતા આ વ્યાખ્યા મુખ્યતયા ગદ્યમાં છે. આ વ્યાખ્યા મૂળને વિશદ બનાવે છે એમાં કેટલાક શબ્દોની વ્યુત્પત્તિ દર્શાવાઈ છે. વ્યાખ્યામાં ડોગર, દિક્કરિકા અને લેફ્ટક એવા “દેસિય” (દેશ્ય) શબ્દો છે ૩
ગ્રંથકારે આ વ્યાખ્યામાં મૂળ કૃતિને ૪“સૂત્ર” તરીકે અને એના પ્રણેતા-પિતાને આચાર્ય” તરીકે ઓળખાવેલ છે.
પ્રજનાદિત્રય અ.જ૫ની સ્વપજ્ઞ વ્યાખ્યામા “આદિ વાક્ય થી ૭પ્રયોજન, અભિધેય અને સંબંધનું પ્રતિપાદન કરાયું છે. આ પ્રથા હરિભદ્રસૂરિએ તત્ત્વાર્થસૂત્રની ટીકા (પૃ. ૧૧)મા, યોગદષ્ટિસમુચ્ચય (શ્લે. ૧)ની પજ્ઞ વૃત્તિમાં તેમ જ શાવાસ, (કા. ૧)માં પણ અપનાવી છે. વાચરપતિ, ૯અનંતવીર્ય, ૧૦ પ્રભાચન્દ્ર અને વાદી ૧૧દેવસૂરિને આ મત માન્ય છે.
૧ જુઓ આજ૫. (ખંડ ૨, પૃ ર૩૮) ૨ એજન (ખડ ૨)નો ઉપદ્યાત (પૃ. ૨૦) ૩ જુઓ ઉપર્યુક્ત ઉપદ્યાત (૫ ૨૧). ૪ જુઓ અજ.પ. (ખંડ ૧, પૃ ૧૬૩) ૫ એજન (ખંડ ૧, પૃ ૨ અને ખડ ૨૫ ૨૬ તથા ૯૮). ૬ અ.જ.પ. (ખડ ૧, પૃ. ૩)માં “પ્રયોગનારિ” ઉલ્લેખ છે.
૭ જુઓ અજ૫ (ખડ ૨, પૃ. ૨૪૭)માનુ મારુ અગ્રેજી ટિપ્પણ. ૮-૧૧ આ સ બ ધમાં જુઓ એ પ્રત્યેક ગ્રંથકારની તે તે કૃતિ