________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૨૦૭
વૃદ્ધવાદ અને સીમંધરસ્વામી-દસયાલિયની બીજી ચૂલિયાના આદ્ય પદ્યમાં સર્વરે કહેલા મૃતરૂપ ચૂલિકાનુ હુ પ્રવચન કરીશ એવો જે ઉલ્લેખ છે એને અનુલક્ષીને ટીકા (પત્ર ર૭૯)માં હરિભદ્રસૂરિએ નીચે પ્રમાણેને “વૃદ્ધવાદ રજૂ કર્યો છે –
કઈક આર્યાએ અસહિષ્ણુ અને કુરગડુક જેવા સંયમીને ચાતુર્માસિકાદિમા ઉપવાસ કરાવ્યો. એ સંયમી એ આરાધના વડે કાળધર્મ પામી ગયા. આ ઉપરથી એ આર્યાને વિચાર આવ્યું કે મેં આ ઋષિની હત્યા કરી છે. આથી એ શકાતુર બની. એણે તીર્થકરને આ બાબત પૂછી જેવાને વિચાર છે. એ આર્યાના ગુણથી આકર્ષાયેલ દેવતા (દેવી) એને સીમંધરસ્વામી પાસે લઈ ગઈ. એણે ભગવાનને પૂછયું ત્યારે ભગવાને જવાબ આપ્યો કે તારું ચિત્ત દુષ્ટ નથી, તુ હત્યારી નથી. આમ કહી ભગવાને એને આ ચૂલા (ચૂલિકા) આપી.
અહીં જે સીમંધરસ્વામીને ઉલ્લેખ છે એથી પ્રાચીન ઉલેખ આ તીર્થકર વિષે વસુદેવહિડી (પઢિયા, પૃ. ૮૪)મા છે. આ કૃતિ તે હરિભદ્રસૂરિની પૂર્વેની છે જ એટલે આવા ઉલેખને બાદ કરતા સીમંધરસ્વામીને નિર્દેશ કરનાર તરીકે હરિભદ્રસૂરિ પ્રથમ ગણાય.
પુદ્ગલ એટલે જીવ–દસયાલિયની નિજુત્તિ (ગા. ૭૭)માના “પિન્ગલ'ને અર્થ એની ટીકા (પત્ર ૫૦આ)માં હરિભદ્રસૂરિએ
૧ એમના સંબંધમાં કેટલીક હકીક્ત મે મારા લેખ નામે “શ્રી સીમંધરસ્વામી સંબધી સાહિત્યમાં આપી છેઆ લેખ “આ૦ પ્ર” ( ૫ ૪૮, એ. ૧૧-૧૨)માં છપાયે છે. કેટલીક બીજી હકીક્ત મેં સીમંધરસ્વામીશભાતરમની પ્રસ્તાવનામાં આપી છે.
૨ ઈસિભાસિય (પ )માં પણ સીમંધરસ્વામી વિવે ઉલ્લેખ છે.