________________
સમીક્ષા ]
જીવન અને કવન
ર૭૭
પથની દીક્ષા આપી હતીઆગળ ઉપર એઓ વસુબંધુ (ઈ. સ. ૨૮૦-૩૬૦)ના શિષ્ય બન્યા અને એમણે “હીનયાન પંથના ગ્રંથો ઉપરાંત “મહાયાન પંથના ગ્રંથોને પણ અભ્યાસ કર્યો એમને “નાલ દ” જવા માટે આમંત્રણ મળ્યું હતુ.
એમણે વિવિધ દર્શનના અનેક અનુયાયીઓને વાદમાં પરારત કર્યા હતા અને એથી એ “વાદી” તરીકે ઓળખાતા હતા.
એમને શંકરસ્વામી નામના શિષ્ય હતા
આ દિદ્ભાગે ન્યાય ઉપર ગ્રંથ રચ્યા છે. પરમાર્થ (ઈસ. ૪૯૯પ૬૯) દ્વારા એનો ચીની ભાષામાં અનુવાદ થયો છે.
સમય–ડો. બી. ભટ્ટાચાર્ય અને શ્રી. રાહુલ સાકૃત્યાયને દિદ્ભાગને સમય ઈ. સ. ૩૪૫-૪રપને દર્શાવ્યા છે, જ્યારે કલ્યાણવિજ્યજીના કથન મુજન એ ઈ. સ. ૩ર૦માં થયા છે.
કૃતિકલાપ–ડૉ. બી. ભટ્ટાચાર્ય દિન્નાગની કૃતિઓ તરીકે નીચે મુજબનાં નામ ગણાવ્યા છે –
(૧) આલંબન-પરીક્ષા (૨) આલંબન-પરીક્ષા–વૃત્તિ (૩) ત્રિકાલ-પરીક્ષા (૪) ન્યાયપ્રવેશ (૫) પ્રમાણશાસન્યાયપ્રવેશ (૬) પ્રમાણસમુચ્ચય (૭) પ્રમાણસમુચ્ચય–વૃત્તિ (૮) હેતુચકહ(ડ)મરુ૧ જુઓ પૃ ૨૭૫, ટિ ૧.