________________
હરિભદ્રસૂરિ [ પૂર્વ ખંડ ઉપર પડી. એના દ્વારા પોતાના ગ્રંથરાશિનો પ્રચાર થશે એમ જણાતા એમણે એ કાર્યાસિકને ભરત ચક્રવર્તી વગેરેના ચરિત્રો સંભળાવી સંતુષ્ટ કર્યો. લૌકિક કાવ્યાદિ શાસ્ત્રોમાં કંઈ સાર નથી એ બાબત પાચ ધૂર્તોની કથા દ્વારા–ધુત્તખાણ દ્વારા એમણે એને વિસ્તારથી સમજાવી. એ સાભળી કાર્યાસિકે કહ્યું કે હે ભગવાન! વ્ય વિના દાનરૂપ પ્રધાનતાવાળા જૈન ધર્મની આરાધના હુ કેવી રીતે કરી શકું?
હરિભદ્રસૂરિ–હે ભદ્ર! ધર્મની આરાધનાથી તને પુષ્કળ પૈસે. મળશે.
કાર્યાસિક–એમ હોય તે હું મારા પરિવાર સાથે અહીં રહુ.
હરિભદ્રસૂરિ–સાભળ. આજથી ત્રીજે દિવસે કોઈ પરદેશી ગામની બહાર ઘણા કરિયાણું લઈ આવશે. એ બધાં તારે એની પાસેથી ખરીદવા અને વેપાર કરવાથી તેને પુષ્કળ પૈસે મળશે. વળી મેં જે શાસ્ત્રો રચ્યા છે તેને તારે પુસ્તકારૂઢ કરાવવા અને સાધુઓને એ આપવા જેથી એ પુસ્તકો લેકમાં પ્રચાર પામે
કાર્યાસિક હરિભદ્રસૂરિની સલાહ પ્રમાણે વર્યો એથી એ પૈસાદાર છે અને એણે શાસ્ત્રો લખાવી એનું દાન કર્યું.
સમાન હકીત—પુ. પ્ર. સં. (પૃ. ૧૦૪)મા નીચે મુજબની હકીકત છે –
હરિભદ્રસૂરિએ સિદ્ધાન્તના રહસ્યરૂપ ૧,૪૦૦ ગ્રંથ રચ્યા. એક વેળા એમને વિચાર આવ્યો કે આ લખાવશે કોણ? એક ગરીબ વણિક ઉપર એમની નજર પડી એમને એને કહ્યું કે તુ મારા ગ્રંથ લખાવ. ગુરુની આજ્ઞા મારે પ્રમાણરૂપ છે એમ એ વણિકે કહ્યું એટલે હરિભદ્રસૂરિએ એને ઉપદેશ આપ્યો કે આજે મંડપિકા(માડવી)મા જે મધ વડે ઉચ્છિષ્ટ થયેલા થાભલાઓ આવે તે લઈ ઘરમા એને સાફ કરી પછી આવજે. એણે તેમ કર્યું એટલે એ સેનાના કંબા વડે પૈસાદાર થયો.