________________
૨૪
હરિભદ્રસૂરિ
[ પૂર્વ ખંડ
પણ આ વાતનું સમર્થન થાય છે. દા. ત. અહીં હુ આ સૂરિવરે આવસ્યયની જે શિષ્યહિતા નામની ટીકા રચી છે તેની પુપિકા આપું છું –
" समाप्ता चेय शिष्यहिता नाम आवश्यकटीका । कृतिः सिताम्राचार्यजित भटनिगदानुसारिणो 'विद्याधर 'कुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मते। जाइणीमहत्तरासूनोरल्पमतेराचार्यहरिभद्रस्य ।"
અહી જે જાઈણી અર્થાત યાકિની મહત્તરાના ધર્મપુત્ર તરીકે હરિભદ્રસૂરિએ ઉલ્લેખ કર્યો છે તે આ મહત્તરા એમની પ્રતિજોધક છે– એમની ધર્મમાતા છે એમ સૂચવે છે.
આ પુપિકા ઉપરથી આપણને નીચે મુજબની બાબતે પણ જાણવા મળે છે –
(૧) હરિભદ્રસૂરિ જિનદત્તસૂરિના શિષ્ય થાય છે. (૨) એમના કુળનું નામ “વિદ્યાધર' છે
(૩) તાંબર આચાર્ય જિનભટના કથનને હરિભદ્રસૂરિ અનુસર્યા છે. આને અર્થ હું એમ કરું છુ કે જિનભટસૂરિએ અવસ્મય ઉપર કઈ ટીકા રચી હોવી જોઈએ અને એને આશ્રય લઈ હરિભદ્રસૂરિએ શિષ્યહિતા રચી છે.
(૪) હરિભદ્રસૂરિએ પિતાને “અ૮૫મતિ' કહ્યા છે. આ દ્વારા એમણે પિતાની લઘુતા પ્રદર્શિત કરી છે.
(૫) આવયની ટીકા રચાઈ તે સમયે હરિભદ્ર “સૂરિપદથી અલંકૃત હતા - “નિગદને અર્થ કેટલાક આજ્ઞા” કરે છે એ જે સાચે જ હોય તો જિનભસૂરિ એ સમયે ગચ્છનાયક હશે. એમના રાજ્યમાં હરિભદ્રસૂરિએ શિષ્યહિતા રચી એટલે એઓ એમના “નિશ્રા-ગુરુ” ગણુય.
કેટલાક જિનભસૂરિને એમના વિદ્યાગુરુ તરીકે ઓળખાવે છે.